પંચમહાલની 486 ગ્રામ પંચાયતોમાંથી 139 ગ્રામ પંચાયત જર્જરિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજયના કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીના મત વિસ્તાર સહિત પંચમહાલ જિલ્લાના સાત તાલુકાની કુલ 486 ગ્રામ પંચાયતો માંથી 139 ગ્રામ પંચાયતો જર્જીરીત હાલતમાં છે. આ ગ્રામ પંચાયતો ના નિમાર્ણ માટે અનેક રજુઆતો સરપંચો દ્વારા કરવામાં આવી છે. ત્યારે સરકારે 139 ગ્રામ પંચાયતોને નવિન બનાવવાની દરખાસ્ત સામે ફક્ત 39 ગ્રામ પંચાયત નવિન બનાવવાની મંજુરી મળી છે.

રાજય સરકાર દ્વારા રાજયના ગ્રામ્ય વિસ્તારમાં વસતાં નાગરીકોની સુખાકારી અને સવલતો માટે તેમજ યોજનાકીય અને અન્ય સરકારી કામકાજો માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો બનાવવામાં આવી છે. આ ગ્રામ પંચાયતોમાં ગ્રામીણ પ્રજાલક્ષી કામગીરી કચેરી ખાતે અમલમાં મુકવામાં આવી છે. ત્યારે આ ગ્રામ પંચાયતોની પંચમહાલ જિલ્લામાં દયનીય હાલત જોવા મળી રહી છે.જિલ્લાની કુલ 487 ગ્રામ પંચાયતમા મોરવા(હ) તાલુકાની એક ગ્રામ પંચાયત પોતાની કચેરી ધરાવતી નથી. જયારે 486 પંચાયત ધરમાંથી સાત તાલુકાની 139 ગ્રામ પંચાયત જર્જરીત બની છે. આવી જર્જીરત ગ્રામ પંચાયતમાં ગ્રામ્ય પ્રજા પોતાની લગતા કામકાજ કરવા આવતા ભય સેવી રહ્યા છે.જર્જરીત ગ્રામ પંચાયતોમાં સૌથી વધુ જર્જીરત ગ્રામ પંચાયતો કાલોલ તાલુકાની 37 અને જાંબુધોડાની બે પંચાયત ધર જર્જરીત હોવાનુ઼ સરકારી ચોપડે
...અનુ. પાન. નં. 2

ગોધરાની ફક્ત એક પંચાયત નવી બનશે

જિલ્લાની 39 પંચાયતો 566 લાખના ખર્ચે નવી બનશે. જેમાં કાલોલ-07, ગોધરા-01, ઘોઘંબા-07, જાંબુઘોડા-02, શહેરા- 07 તથા હાલોલ- 15 ગ્રામ પંચાયત બનાવવાની મંજુરી મળી છે.

નવી બનાવવાની મંજુરી મળી ગઇ છે

રાજય સરકારમાં દરખાસ્ત મોકલતાં 39 જર્જરીત ગ્રામપંચાયતને નવી બનાવવાની મંજુરી મળી ગઇ છે. તેમજ અન્ય મરામત કરવા જેવી ગ્રામ પંચાયતોને મરામત કરાશે. બાકી રહેલી 100 જર્જીરત પંચાયતો સરકારમાંથી મંજુરી આવતા બનાવાશે. > એ.જે.શાહ, ડીડીઓ પંચમહાલ

પંચમહાલની તાલુકાવાર જર્જરીત પંચાયત

તાલુકો કુલ પંચાયત જર્જરીત પંચાયત મરામત પાત્ર પંચાયત

ગોધરા 103 24 19

હાલોલ 79 14 02

કાલોલ 65 37 00

શહેરા 82 26 06

મોરવા(હ) 49 12 03

ઘોઘંબા 87 24 05

જાંબુઘોડા 21 02 03

100 ગ્રામપંચાયતોમાં કર્મીઓના માથે જોખમ, માત્ર 39 પંચાયત નવી બનાવવાની મંજૂરી

_photocaption_શહેરા તાલુકાની જર્જરિત ગ્રામ પંચાયતની તસવીર.*photocaption*
અન્ય સમાચારો પણ છે...