શહેરા પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠકનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા પ્રાન્ત કચેરી ખાતે પ્રાન્ત અધિકારી ના અધ્યક્ષતામાં પાણી સમીતીની મીંટીંગ મળી હતી.પાણી પુરવઠા સહિતના સાથે સંબંધિત તંત્રના અધિકારીઓ સાથે તાલુકામાં પાણીની સમસ્યા વિકટ ના બને તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા વધુ વિકટ ન બને તે માટે સોમવારે પ્રાન્ત કચેરી ખાતે પ્રાન્ત અધિકારી ડી.એમ.દેસાઇની અધ્યક્ષમાં પાણી સમિતીની મીંટીંગનુ આયોજન કરાયું હતુ. જેમા પાણી પુરવઠાના અધિકારી પી.એમ.બામણ ,TDO ડી.આર, ચૌહાણ, ટીપીઓ એસ એલ પટેલ, મામલતદાર મેહુલ ભરવાડ, એમજીવીસીએલ તંત્રના અધિકારીઓ સાથે તાલુકામાં કેટલા હેંન્ડપંપો ચાલુ છે. પાણી પુરવઠાની યોજના તે સહિત કયા ગામમા પાણીની સમસ્યાછે. તેને લગતી ચર્ચા કરાઇ હતી.તાલુકામાં પાણી પુરવઠાના 7917 તથા તાલુકા પંચાયતના 5600 સાથે કુલ 13517 હેન્ડપંપ છે જેમાથી પાણી પુરવઠાના 766 તથા તાલુકા પંચાયતના 160 મળી કુલ 926 હેન્ડપંપ બંધ હાલતમાં છે. બંધ હાલતના હેન્ડપંપો માટે 6 જેટલી ટીમો હાલ તાલૂકામાં કાર્યરત છે. વલ્લવપુર ગામમા પાણીની સમસ્યા હલ થાય તે માટે તંત્ર દ્વારા તા.17 મે સુધી આ ગામના લોકોને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળી શકે તે માટેનુ આયોજન કરાયું છે. બોરીયા ગામમા બંધ પડેલી વાસ્મો યોજના શરૂ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...