તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસ્તા વચ્ચેના ડીવાઇડર તોડનાર સામે કાર્યવાહી કરવા આદેશ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલ જિલ્‍લા કલેકટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્‍લા રોડ સેફ્ટી કાઉન્‍સિલની બેઠક યોજાઇ હતી. જેમાં જિ. કલેકટરે રસ્તા વચ્ચેના ડીવાઇડર તોડનાર સામે કાયદેસરની કાર્યવાહી સાથે દંડ ફટકારવાની સૂચના આપી હતી.

રસ્તાઓ ઉપર જરૂરિયાત મુજબના રીફલેક્ટર, સાઇન બોર્ડ લગાવવા સંબંધિતોને જણાવ્‍યું હતું. તેમણે સગીર બાળકોને વાહન ચલાવતા રોકવા, શાળામાં વિદ્યાર્થીઓની રોડ સેફ્ટી ટીમ બનાવવા અને ટ્રાફીકની તાલીમ આપવા જણાવ્યું હતું. તેમજ જિલ્‍લાના દરેક શહેરમાં પ્રત્યેક પ્રવેશ માર્ગ ઉપર કેટ આઇ લગાવવાની સૂચના પણ આપી હતી. નડતરરૂપ વૃક્ષોની શાખાઓ અને વનસ્‍પતિઓને કાપવા જણાવ્યુ હતું. ગોધરાના પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી દાંત્રોલીયાએ રોડ સેફ્ટી કાઉન્‍સિલના બેઠકમાં સૌનું સ્વાગત કરતાં જિ.માં અકસ્માતોનું પ્રમાણ ઘટે અને લોકોમાં ટ્રાફીકના નિયમોની જાણકારી વધે તે માટે લેવાયેલા પગલાની વિગતો આપી હતી. બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો