તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુરની 3 પંચાયતોનો રેતી બ્લોક પાડવા સામે વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર તાલુકામાં આવેલ પુનિયાવાટ દુમાલી અને દેવળીયા નજીક ઓરસંગ નદી આવેલ છે. તેમાં રેતીના બ્લોક પાડવા માટે ખાણ ખનીજ ખાતાએ ગ્રામ પંચાયતો પાસે અભિપ્રાય મંગાવ્યો હતો. પંચાયતોએ આ રેતી બ્લોક પાડવા માટે ના પાડી દીધી છે. આના માટે ત્રણ ગ્રામ પંચાયત દ્વારા ખાસ એક ગ્રામસભા બોલાવી હતી. તેના ગામના સૌએ આ રેતી બ્લોક પાડવા સામે વિરોધ દર્શાવતા પંચાયતોએ આ ખાણ ખનીજ ખાતાને બ્લોક નહીં પાડવા અંગે જણાવી દીધું છે.

યોજાયેલ ગ્રામ સભામાં ગ્રામજનો દ્વારા એવો આક્રોશ રજૂ થયો હતો કે ઉનાળામાં આ ત્રણેય ગામની પ્રજાને પાણીની મુશ્કેલી પડે છે અને રેતી ખનન થતા પ્રજાને વધુ મુશ્કેલી પડે છે. રેતી ભીની ભરાતા રસ્તાને પણ ભારે નુકશાન થાય છે. પેસા એક્ટ મુજબ ખાણ ખનીજ સત્તાઓ ગ્રામ પંચાયતને આપેલ છે. જેથી ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...