ગોલાગામડી ખાતે ટ્રક-લીઝ એસોસિએશનના વજન કાંટા પર વસૂલાતા બેફામ ચાર્જનો વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે આવેલો ટ્રક અને લીઝ એસોસિએશનના વજન કાંટા પર વસુલતો બેફામ ચાર્જનો વિરોધ કરતા સંખેડા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ તથા જિલ્લા પંચાયત ના સભ્ય ઉગ્ર બોલાચાલી થઈ.

ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો ના ચેકીંગ માટે બનાવવામાં આવેલો વજન કાંટા પર પર ટ્રક દીઠ 80 રૂપિયા નો ચાર્જ વસુલાય છે.ટ્રક ચાલક નદીમાં થી રેતી ભરીને વજન કરાવે છે છતાં આ કાંટા પર ફરજીયાત વજન કરાવીને 80રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવે છે.રેતી ભરેલા વાહન ચાલકોને બે બે વાર વજન કરાવીને વધારાનો ચાર્જ આપવો પડતો હોય છે.હકીકત માં આ કાટો સરકારી જ નથી.રેતી અને ટ્રક એસોસિએશન દ્વારા નાખવામાં આવેલો આ કાટો છે.તો આ કાંટા પર લેવાતા રૂપિયા કોના ખિસ્સા માં જાય છે તે તપાસ નો વિષય છે.વજન કાંટા પર હાજર ખાણ અને ખનીજ વિભાગ દ્વારા મુકવામાં આવેલા સુપરવાઈઝર દ્વારા એક જ વાત નું રટણ રટવામાં આવે છે કે કાંટા માટે રૂપિયા જે લેવાય છે તે માં અમારા ડિપાર્ટમેન્ટ ને કોઈ જ લેવા દેવા નથી.હવે સવાલ એ ઉભો થાય છે કે આ કાંટાની આવતી રકમ કોના ખિસ્સા ગરમ કરે છે.વજન કાંટાને લીધે 1-1કલાક ગાડીઓ લાઈનમાં ઉભી રહે છે જેના કારણે સમય અને નાણાં નો બગાડ થાય છે.આ બાબતે સંખેડા તાલુકાના ટ્રક ચાલકોએ સંખેડા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ સંજય દેસાઈ તથા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સભ્ય નીતિન શાહને રજુઆત કરતા આજે આ બન્ને ગોલાગામડી ખાતે પહોંચ્યા હતા. ત્યાં રહેલા જવાબદાર સુપરવાઈઝરને ધારદાર રજુવાત કરી હતી. સુપરવાઈઝર ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...