શહેરાના ગણેશચોક ખાતે BSNL મોબાઇલ ટાવર ઉભો કરવા સ્થાનિક રહીશોનો વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા નગરમાં મોબાઇલ ટાવરો આવેલા છે.અને નગર વિસ્તારના ગણેશચોકમા મિલકત નં ૭૯૭ જેના માલિક પ્રમોદ કુમાર ધનજીભાઈ કંસારાના મકાનના ઉપરના ભાગે બી એસ એન એલ ટાવર ઉભો કરવાનગરપાલિકા દ્વારા ૨૨-૧૧-૨૦૧૮ના રોજ ટાવર ઉભો કરવા માટેની મંજુરી ભારત સંચાર નિગમ લીમીટેડને આપી દેવાઇ હતી. તેને લઈને બીએસએનએલ ટાવર ઉભો કરવાની કામગીરી શરુ કરાતા સ્થાનિક રહીશોએ વિરોધ માટે નગર પાલિકામાં લેખિત અને મૌખિક રજુઆત કરી હતી. તેને લઇને પાલિકા પ્રમૂખ દ્વારા બી એસ એન એલનો ટાવર ગણેશચોક વિસ્તારમાં ઉભો ના થાય તે માટે પાલિકા દ્વારા આપવામાં આવેલી મંજુરીને ૨૫-૪-૧૯ના રોજ રદ કરી દેવાઇ હતી.

જોકેે પાલિકા પ્રમૂખ દ્વારા મોબાઇલ ટાવર ઊભો કરવાની મંજૂરીને રદ કરી દેવા પછી પણ તેની કામગીરી શરૂ રહેતા પાલિકા પ્રમૂખ સ્નેહાબેન શાહ આ વિસ્તારના સ્થાનીક જાગૃત રહીશોને સાથે રાખીને પ્રાન્ત કચેરી ખાતે આવ્યા હતા,જ્યા પ્રાન્ત અધિકારી ડી એમ દેસાઈ સમક્ષ મોબાઇલ ટાવર ઉભો ના થાય તે માટેની રજુઆત કરાઈ હતી.મોબાઇલ ટાવર ઉભો થાય તો તેને લીધે રહીશોના આરોગ્યને ગંભીર બિમારીઓ થવાની દહેશતને લઇને સ્થાનિક રહીશોએ પ્રાન્ત અધિકારીને રજૂઆત કરી હતી,જો આ ટાવરની કામગીરી બંધ નહી કરાય તો કોર્ટ જવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...