તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધુકા માર્કેટ યાર્ડમાં ચણાની ખૂલ્લી હરાજીની કામગીરીનો પ્રારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધંધુકા માર્કેટ યાર્ડમાં તા.12મીથી ચણાની ખૂલ્લી હરાજીનો પ્રારંભ થયો હતો. ખેડૂતો તેમના ચણા લઈને માર્કેટ યાર્ડની ખુલ્લી હરાજીમાં ચણાવે ચવ આવ્યા હતા. પ્રથમ દિવસે ચણાનો 20 કીલોનો ઊંચો ભાવ 850 રૂપિયા બોલાયો હતો. જ્યારે નીચો ભાવ 750 રૂપિયા 20 કીલોનો બોલાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના અન્ન પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ચણા લેવા માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. જેમાં ખેડૂત એક ખાતા દીઠ બે હેક્ટરના ચણા આપી શકે છે. જેમાં મર્યાદા હેક્ટર દીઠ 62 મણ ચણાની છે. ટેકાનો 20 કલો ચણાનો ભાવ 975 રૂપિયા છે.

આગામી દિવસોમાં અન્ન પૂરવઠા નિગમ સારા ચણાની ખરીદી ટેકાના ભાવે પણ ચાલુ કરશે તેમ જાણવા મળ્યું છે. આ વખતે ધંધુકા - ભાલ વિસ્તારમાં ચણાનું મોટું ઉત્પાદન થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો