તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં ઓપન પંચમહાલ ચેસ ટુર્નામેન્ટ 2019 યોજાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસ્ટ્રીક્ટ ચેસ એસોસિએશન ઓફ પંચમહાલ દ્વારા તારીખ ૨૪-૨-૨૦૧૯ રવિવારના રોજ “ઓપન પંચમહાલ ચેસ ટુર્નામેન્ટ ૨૦૧૯ ગોધરા ખાતે યોજાઈ ગઈ જેમાં જિલ્લાના કુલ ૭૪ ચેસના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.રમત ગમતને વેગ મળે અને માનસ ખીલે તેવા હેતું થી ડીસ્ટ્રીક્ટ ચેસ એસોસિએશન ઓફ પંચમહલના પ્રમુખ ડૉ. સુજાત વલી દ્વારા વખતો વખત ટુર્નામેન્ટો યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ધોરણ ૪ થી ૮ ના ભાઈઓ, ધોરણ ૧૨ થી કોલેજના વિદ્યાર્થીઓ તથા બહેનોનો વિભાગ એમ ૪ વિભાગમાં ટુર્નામેન્ટ યોજાઈ ગઈ.

આ ટુર્નામેન્ટમાં પચમહાલ, મહીસાગર અને દાહોદ જીલ્લાના ગોધરા, શહેરા, લુણાવાડા, દાહોદ, કલોલથી સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ સ્વીસ પદ્ધતિથી ફીડેના અંતર રાષ્ટ્રીય નિયમો અનુસાર રમાડવામાં આવી હતી. ટુર્નામેન્ટનું સંચાલન કોમ્પયુટરાઈઝડ સિસ્ટમથી વિજયભાઈ સુરતી, અવિનાશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

ટુર્નામેન્ટમાં કોરીના વલી, શાનું દલવાડી, દિનેશ પરમાર, પલ્લવ દેસાઇ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ખેલાડીઓને ટ્રોફી, રોકડ અને પ્રમાણપત્રો આપી નવાજવામાં આવ્યા હતા. ધોરણ ૪ થી ૮ ના વિધ્યાર્થીઓના વિભાગમાં અંશ શેઠ વિજેતા થયા હતા. જયારે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓના વિભાગમાં શિવમ સોની વિજેતા થયા હતા. બહેનોના વિભાગમાં તરન્નુમ સાહેરવાલા વિજેતા થયા હતા. ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

ગોધરામાં ઓપન પંચમહાલ ચેસ ટુર્નામેન્ટનાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી, રોકડ અને પ્રમાણપત્રો આપી નવાજવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો