તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈ-નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ ઈનામ પ્રોજેક્ટપંચમહાલમાં 2 વર્ષમાં માત્ર 40 ખેડૂતો જ જોડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેશમાં ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતો તેમના ખેત ઉત્તપાદનોંને સરળતાથી વેચી વધુ ભાવ મેળવી શકે તે હેતુથી નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (ઇનેમ) એ ભારતભરમાં ચાલતુ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલની શરૂઆત વર્ષ 2016માં શરુ કરવામાં આવી હતી , આ પોર્ટલ થકી વર્તમાન એપીએમસી ને કૃષિ કોમોડિટીઝ(પેદાશ) માટે રાષ્ટ્રીય સ્તરે બજારો(મંડી)ને જોડવામાં આવી છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સ્મોલ ફાર્મર એગ્રિબિઝનેસ કન્સોર્ટિયમ (એસએફએસી) દ્વારા સમગ્ર પ્રોજેક્ટને હાલ દેશભરમાં અમલમાં બનાવવામાં આવ્યો છે . ગુજરાતમાં પણ આ ઇનામ પ્રોજેક્ટ અંતગર્ત 79 ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિઓને આ પ્રોજેક્ટ હેઠળ જોડવામાં આવી છે, જેમાં પંચમહાલ જિલ્લાની ગોધરા એ પી એમ સીને પણ જોડવામાં આવી છે, સમગ્ર પ્રોજેક્ટની શરૂઆત ગોધરા ખાતે વર્ષ 2017 માં કરવામાં આવી હતી પરંતુ આ પ્રોજેક્ટ અંતગર્ત હજુ સુધી એકપણ ખેડતૂ દ્વારા પોતાની ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવ્યું નથી, ગોધરા ખાતે આવેલ એ પી એમ સી માં ઈ નામ પ્રોજેક્ટ અમલમાં તો મુકવામાં આવ્યો છે પરંતુ સરકાર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત તે માળખાકીય સુવિધાઓ ઉભી કરવાની હોય છે તેનો અભાવ તેમજ ખેડૂતોમાં જાણકારીના અભાવે હાલ આ પ્રોજેક્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યો છે। આ પ્રોજેક્ટ મુજબ ખેડૂતો પોતાના ખેતરમાંથી પાકને વેચાણ માટે જયારે એ પી એમ સીમા લઈને આવે છે ત્યારે તેમનું રજીસ્ટ્રેશન કરવું , રજીસ્ટ્રેશન પ્રકિયા બાદ ખેડૂત દ્વારા લાવવામાં આવેલ ખેત પેદાશનું એકત્રીકરણ કરવું , બાદમાં તે ખેત પેદાશનું લેબોરેટરીમાં ગુણવત્તા ચકાસણી કરવી ,ત્યારબાદ ઓનલાઇન ભાવની વેપારીઓ દ્વારા બોલી લગાવવી, બોલીમાં વિજેતા ખેડૂતોને શોર્ટલિસ્ટેડ કર્યા બાદ તે ખેતપેદાશનું માર્કેટમાં રહેલા વેબ્રિજ પર વજન કરવું બાદમાં તે

...અનુ. પાન. નં. 2

પ્રોજેક્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જાણકારીના અભાવે ખેડૂતો પ્રોજેક્ટને લઈને ઉદાસીન

ખેડૂતો ડેમોમાં જોડ્યા બાદ કોઇ જોડાયું નથી

ગોધરા માર્કેટિંગ યાર્ડ ખાતે વર્ષ 2017 માં શરુ કરેલા ઇ-નામ પ્રોજેક્ટ અંતર્ગત ડેમો માટે જે નામોનું રજી. કર્યું હતું તેટલા જ નામ પ્રોજેક્ટ અંતર્ગત હાલ ઓનલાઇન નોંધાયેલા છે બાદમાં કોઈ નામની નોંધણી કરવાઈ નથી . ડેમો માટે 30 ખેડૂતો અને 20 વેપારીઓની નોંધણી કરાઈ હતી.

જાગૃતિ-જાણકારીના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે

ઈ નામ પ્રોજ્કટના જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચરના અભાવે હાલ આ પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે , સરકાર દ્વારા મોટા ઉપાડે જાહેરાત બાદ સમગ્ર પ્રોજેક્ટની યોગ્ય જાણકારી ખેડૂતો સુધી ન પહોંચવાને કારણે સમગ્ર બાબતને લઈને વેપારીઓ અને ખેડૂતો ઉદાસીનતા દાખવી રહ્યા છે. હાલમાં જે ઇન્ફ્રાસ્ટક્ચર બનાવવામાં આવ્યું છે તે ખેડૂતોમાં જાગૃતિ-જાણકારીના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે.

_photocaption_ગોધરા APMCમાં ઈ નામ પ્રોજ્કટના જાગૃતિ-જાણકારીના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો