બાજરવાડામાં મારામારીના ગુનામાં એકને 3 વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકાના બાજરવાડામાં ગામમાં રહેતા મજુભાઈ કાળુભાઇ કટારા ૧૫ નવેંબર ૨૦૧૪ના રોજ પોતાના ખેતરમાં ખેતી માટે પાણી વળતા હતા.તે સમયે ગામના ત્રણ લોકોએ પાણી વાળવા મુદ્દે હુમલો કરીને ખેતર માલિકને ઈજાગ્રસ્ત કર્યો હતો.આ બનાવમાં મજુ કટારાની ફરિયાદના આધારે ત્રણ સામે ઇપીકો કલમ ૩૨૪ મુજબ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.આ કેશ ઝાલોદ કોર્ટમાં ચાલી જતા અને સરકારી વકીલ બી.એન.પ્રજાપતિની દલીલોના આધારે આરોપી નિલેશ ઉર્ફે ઈલેશ છગન સંગાડા ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ ૨૪૮ (૨) હેઠળ ઇપીકો કલમ ૩૨૪ મુજબ સજાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરતા ઝાલોદ ફર્સ્ટ કોર્ટના અધિક.મેજિસ્ટ્રેટ મુકેશ વિનોદરાય પંડ્યાએ આરોપીને ત્રણ વર્ષની કેદ અને રોકડ એક હજારના દંડનો હુકમ કરવામાં આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.કોર્ટ દ્વારા સામાન્ય મારામારીના ગુનામાં પણ સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...