સિંધુરી વસાહત પાટિયા પાસેથી છકડામાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકાની સિંધુરી વસાહત પાટિયા પાસેથી છકડામાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 40800 રૂપિયા સાથે કુલ 91800 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. છકડા ચાલક નાસી છુટ્યો જ્યારે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો નસવાડી તરફથી આવતો હતો.

સંખેડા પોલીસને મળેલી હતી કે નસવાડી તરફથી છકડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ આવી રહ્યો હોવાની બાતમી આધારે સિંધુરી વસાહત પાસે સંખેડા પોલીસ કર્મીઓ વોચમાં ઉભા હતા,એ દરમિયાન બાતમી વાળો છકડો આવ્યો હતો.જેથી તેને ઉભો રહેવાનો ઇશારો કરતા છકડા ચાલક પોલીસને જોઇને નાસી છુટ્યો હતો.પણ તેની સાથેનો શખ્શ ઝડપાઇ ગયો હતો.ઝડપાયેલા શખ્શનું નામ મગનભાઇ વેસ્તાભાઇ રાઠવા રહે.ખોડીયા તા.બોડેલી અને નાસી છુટેલા શખ્શનું નામ સેવાનભાઇ રાઠવા રહે.આંબલા તા.જી.અલીરાજપુર હતું.

સંખેડા પોલીસે છકડામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટ્નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પ્લાસ્ટીક હોલ નંગ 96 કિમત 335 રૂપિયા લેખે 32160 રૂપિયાનો તેમજ બિયર ટીન નંગ 24 કિમત 90 રૂપિયા ...અનુસંધાન પાના નં.2