તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે પાવાગઢ રોડ પર પગપાળા સંઘોનો મહેરામણ ઉમટ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવાગઢ શક્તિપીઠ માં ચૈત્રી નવરાત્રી ના ચોથા નોરતે ચાલીસ વધુ ડીગ્રી તાપમાન ની અસહ્ય ગરમી અને શાળાઓમાં બાળકો ની ચાલતી પરીક્ષાઓ ને લઈ યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થતા વેપારીઓમાં નિરાશા દેખાઈ રહી હતી. તેમ છતાં પચાસ હજાર ઉપરાંત માઇ ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની જાત ને પાવન કરી હતી. તો બીજી તરફ સવારથી હાલોલ થી પાવાગઢ સુધીના માર્ગો પર પગપાળા સંઘો જય માતાજી ના જયઘોષ સાથે આગળ વધતા ભક્તિમય વાતાવરણ બન્યું હતું. પગપાળા આવતા સંઘોમાં ભક્તો માટે ઠેર ઠેર વિસામા શરૂ કરાયા છે. વિસામામાં ચોવીસ કલાક ચા નાસ્તો ,જમવા સાથે આરામ કરવાની સુવિધાઓ કરાઈ છે.કેટલાક વિસામામાં તો ભક્તોની પગ ચંપી કરતા સેવકો જોવા મળ્યા હતા.યાત્રાળુઓ ની ઓછી સંખ્યા ને લઈ તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો .હવે આઠમના રોજ મોટી સંખ્યા માં યાત્રાળુઓ આવશેનું તંત્ર ગણિત ગણી રહ્યું છે. તસવીર મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...