તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીના જૈનાબાદમાં ગામે કોઠારીવાસમાં રહેતા ગનીભાઇ વોરાના ઘેર સોમવારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડીના જૈનાબાદમાં ગામે કોઠારીવાસમાં રહેતા ગનીભાઇ વોરાના ઘેર સોમવારે મજૂરો દ્વારા આ સંડાસ બાથરૂમની નજીક મકાનની દિવાલ બનાવવા પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. એવામાં દિવાલ સાથે સંડાસ બાથરૂમની પાકી દિવાલો મજૂરો પર ધરાશાયી થતાં અફડાતફડી મચી હતી. જેમાં મકાન માલિક ગનીભાઇ વોરાના પુત્ર અલ્લારખાભાઇ વોરા અને મજૂરી કામ કરતા દિલકીશબેન સૈયદ, સુમિયાબેન વોરા, મુમતાઝબેન વોરા તેમજ બહારગામથી આવેલી ભાણીને ઇજાઓ પહોંચી હતી. આથી બુમો સાંભળી આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ દિવાલ નીચે દટાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

ત્યારબાદ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ બનાવમાં અલ્લારખા ગનીભાઇ વોરા અને દિલકીશબેન ગુલુભાઇ સૈયદની હાલત નાજૂક જણાતા ફરજ પરના તબીબે આ બન્ને ઇજાગ્રસ્તોને રીફર કરાતા વધુ સારવાર માટે વિરમગામ શીવ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો