સંખેડા પંથકમાં ડુંગળીના પ્રતિ કિલોના ભાવ 70 રૂપિયા થયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા એક મહિનાથી સતત વરસાદી માહોલ છવાયેલો છે. જેના કારણે શાકભાજીની આવકમાં ઘટાળો નોંધાયો છે. જેના કારણે તેની સીધી જ અસર શાકભાજીના ભાવો ઉપર થઇ છે. શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો નોંધાયો છે. ભાવો વધતા તેની સીધી જ અસર ગૃહિણીઓના બજેટ ઉપર થઇ છે. શાકભાજીના ભાવોમાં રીતસરનો ભડાકો જ થયો છે.

સંખેડા શાકભાજીના બજારના વેપારીઓના જણાવ્યાનુસાર હાલમાં સ્થાનિક વિસ્તારોમાંથી શાકભાજીની આવક બિલકુલ જ ઘટી ગઇ છે. બીજી બાજુએ બહારના માર્કેટમાંથી પણ શાકભાજીની થતી આવક ઓછી થઇ છે. જેથી પણ શાકભાજીના ભાવો વધ્યા છે. ખાસ કરીને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવોમાં ધરખમ વધારો થયો છે. હાલમાં સંખેડામાં ડુંગળીનો ભાવ 70 રૂપિયે કિલોના ભાવે થયો છે. અન્ય શાકભાજીના ભાવોમાં પણ કિલોએ 50થી 100 ટકાનો વધારો નોંધાયો છે. ભાવો વધતા સામાન્ય મધ્યમવર્ગીય લોકોના માસિક બજેટ પર તેની અસર થઇ છે.

શાકભાજીનું નામ

ડુંગળી 40 70

બટાટા 20 30

તુવેરસીંગ 60 150

રીંગણા 40 60

ગિલોળા 20 60

ટામેટા 20 40

ગલકા 20 40

કોબીજ 20 40

ચોરી 40 60

દુધી 20 40

ફ્લાવર 40 60

પહેલાનો ભાવ

હાલનો ભાવો

અન્ય સમાચારો પણ છે...