તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી 26મી એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-19)

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી 26મી એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-19) પરિક્ષા લેવાશે.ચરોતર પંથકમાં આણંદ અને નડીયાદ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે.જે માટે આણંદ ઝોન ખાતે 23 પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) અને નડીયાદ ખાતે 14 પરીક્ષા સ્થળો ઉપયોગમાં લેવાનાર છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સાયન્સ પછીના ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાના ગુજકેટનું સમયપત્રક અને ગૃપ વાઈઝ વિદ્યાર્થીઓ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ આ વર્ષે ચરોતર પથંકમાં કુલ 8533 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં આણંદ જીલ્લાના આણંદ કેન્દ્ર પરથી 5561 વિદ્યાર્થીઓ અને ખેડા જીલ્લાના નડીયાદ કેન્દ્ર પરથી 2972 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સમગ્ર રાજ્યની સાથે આણંદ -ખેડા જીલ્લામાં પણ તારીખ ૨૬મી એપ્રિલે ત્રણ સેશનમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. પ્રથમ સેશનમાં સવારે 10 થી 12 કલાક દરમ્યાન ભૌતિક વિજ્ઞાન-કેમિસ્ટ્રી વિષયની પરીક્ષા લેવાશે. ત્યારબાદ બીજા સેશનમાં 1 થી 2 કલાક દરમ્યાન જીવ વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. અને ત્રીજા સેશનમાં બપોરે 3 થી4 કલાક દરમ્યાન ગણિત વિષયની પરીક્ષા લેવાશે. બોર્ડ દ્વારા હજુસુધી હોલ ટીકીટ જાહેર કરવામાં આવી નથી. થોડા દિવસમાં વેબસાઈટ ઉપર હોલ ટીકીટ મુકી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...