તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

532 જીઆરડી-હોમગાર્ડ કર્મીઓ પૈકી 487 કર્મીઓએ મતદાન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી ૨૩મી એપ્રિલનાં રોજ સમગ્ર ગુજરાતમાં યોજાનારી લોકસભાની ચુંટણીને લઇને ચુંટણી ફરજે જનારા જીઆરડી તથા હોમગાર્ડ કર્મીઓએ આજરોજ 532માંથી 487 કર્મીઓએ મતદાન કર્યુ હતું. જ્યારે બાકીનાં બીજા ચંુટણી ફરજ પર જનારા કર્મીઓ પોસ્ટલ મતદાન કરશે.

મતદાન એ તમામ નાગરિકો નો અધિકાર છે ત્યારે વાર તહેવાર કે ઘટનાંઓ માં ખડેપગે રહી ફરજ બજાવનાર પોલીસ હામગાર્ડ અને જીઆરડી જવાનો માટે તો ઉત્સવો હોય કે પછી તહેવારો ફરજ એજ તેઓનાં માટે ઉત્સવ, પરંતું લોકતંત્ર નાં આ મતદાન ઉત્સવ માં પણ તેઓ ને પોતાનો અધિકાર મળી રહે તે હેતું થી સરકાર દ્વારા અલાયદી સગવડ ચુંટણી ફરજ પર જનારા કર્મીઓ માટે ઉભી કરવામાં આવી છે. ત્યારે આગામી ૨૩ મી ફેબ્રુઆરીનાં રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર મતદાન થનાર છે ત્યારે તેમાં ચુંટણી ફરજ પર હજારો ની સખ્યામાં કર્મીઓ જનાર છે.

આવા સંજોગોમાં લોકતંત્રનાં આ પર્વ માં પણ આ ચુંટણી ફરજ પર જનારા કર્મીઓ સહભાગી થઇ શકે તે હેતું થી તેઓને મતદાન કરવાની અલાયદી વ્યવસ્સ્થા ગોઠવવામાં આવએ છે જેનાં ભાગરૂપે નગર તાલુકા માંથી હોમગાર્ડ અને જીઆરડી જવાનો 532 જેટલી મોટી સખ્યામાં ચુંટણી ફરજ પર જનાર હોય તેઓ માટે ડભોઇ કોમર્સ ખાતે આજરોજ સવાર થી મતદાન કરવાની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી હતી.

જેમાં ડભોઇ નગર ચાંણોદ કાયાવરોહણ વડોદરા ગ્રામ્ય નાં મળી આવા 532 જેટલાં કર્મીઓ માટે મતદાન ની વ્યવસ્થા થઇ હતી. જેમાંથી 487 જેટલાં ચુંટણી ફરજ પરજનારા કર્મીઓ એ મતદાન કરી પોતાનો મતાધિકાર જતાવ્યો એટલુંજ નહી બીજા પોલીગ બુથો પર ફરજ બજાવવા જનાર અન્ય કર્મીઓ માટે પોસ્ટલ બેલેટ ની વ્યવસ્થા કરી હોય તે તમામ કર્મીઓ પોષ્ટલ બેલેટ થી પોતાનો મત આપી આ લોકતંત્ર પર્વ માં મતદાન કરી સહભાગી થશે.

અન્ય સમાચારો પણ છે...