તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવેલ ગ્રામ પંચાયતના 8 વોર્ડ માટે 13 ઓક્ટોબરે સામાન્ય ચૂંટણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના દિવેલ ગ્રામ પંચાયતની ચુંટણી 13 ઓકટોબરે યોજાવવાની છે. ઉમેદવારી પત્રો ભરવા માટે ચુંટણી અધિકારી સમક્ષ મોટી સંખ્યામાં ઉમટી પડતાં રસાકસીભરી માહોલ સર્જાયો છે. સરપંચ બેઠક માટે કુલ છ ઉમેદવારોએ પોતાનો સમર્થકો સાથે નિયત ઉમેદવારી પત્રો રજૂ કરેલ છે. તો આઠ વોર્ડમાં યોજાનાર વિવિધ વર્ગની બેઠકો માટે ચુંટણી જંગ રસપ્રદ બની જવા પામેલ છે . સરપંચપદની સામાન્ય બિન અનામત બેઠક માટે કુલ છ ઉમેદવારો ચુંટણી જંગનું રણશીંગુ ફૂકેલ છે. જેમાં વિષ્ણુભાઈ પ્રજાપતિ, અનુપમસિંહ પરમાર, સુરેશભાઈ પરમાર, દિપસિહ પરમાર અને એક મહીલા ઉમેદવાર કોકીલાબેન પરમારે ઉમેદવારી નોંધાવેલ છે. ગ્રામ પંચાયતની ચુંટણી માટે કુલ મતદારો 1815 નોંધાયેલ છે. આઠ વોર્ડ પૈકી બે વોર્ડ આદીજાતી માટે અનામત જાહેર કરાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...