તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડા મામલતદાર કચેરી ખાતે મહિસાગર કલેક્ટરે મોડેલ જનસેવા કેન્દ્રને ખુલ્લુ મુક્યુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહીસાગર જિલ્લા સેવાસદન લુણાવાડા મામલતદાર કચેરીમાં રોજ બરોજ પોતાના કામ અર્થે આવતા અરજદારોની સુવિધાઓ ધ્યાને રાખી અદ્યતન કરેલા
મોડેલ જનસેવા કેન્દ્રને જિલ્લા કલેક્ટર આર.બી.બારડના
હસ્તે રીબીન કાપી અને અધિક નિવાસી કલેકટર આર.આર.
ઠક્કરે શ્રીફળ વધેરી આ મોડેલ જનસેવા કેન્દ્રનો શુભારંભ
કરાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતુ કે અરજદારોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે બેઠક વ્યવસ્થા, મફત ફોર્મ ભરવાની વ્યવસ્થા, કતારમાં ન ઉભા
રહેવું પડે તેવી ટોકન વ્યવસ્થા, દિવ્યાંગો માટે ખાસ વ્હીલચેરની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા સહિતની સગવડો ઉભી કરવામાં આવી છે. જેને કારણે હવે જે તે કાઉન્ટર પર કતારમાં ઊભા રહેવું નહી પડે ખાસ કરીને વયોવૃદ્ધ અરજદારોને વધુ તકલીફ વેઠવી પડતી હતી.

મોડેલ જનસેવા કેન્દ્ર શરૂ થતા તમામ અરજદારોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે. આ ઉદઘાટન
કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મોડીયા, લુણાવાડા મામલતદાર શિલાબેન નાયક, નાયબ મામલતદારો, કર્મચારીઓ, અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

_photocaption_લુણાવાડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા મોડેલ જનસેવા કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો