તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદના લીલાપુરમાં બોલાચાલીનું મનદુ:ખ રાખી સામસામી મારામારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાણંદના મખીયાવ ગામ નજીક આવેલ લીલાપુર ગામે અગાઉની બોલાચાલીનું મનદુખ રાખી બે જુથ વચ્ચે મારા મારી થતા સામ સામે ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતા. અને હુમલો કરનાર બે જૂથો દ્વારા એક બીજા સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાણંદ જીઆઇડીસી પોલીસમાં શુક્રવારે સાંજે 6 કલાકે દશરથભાઈ ગણપતભાઈ પ્રજાપતિ હાલ રહે.અમદાવાદ મૂળ.લીલાપુરે ફરિયાદ કરતા જાણવા મળેલ કે દશરથભાઈની જમીનમાં ભરતભાઈએ મકાન પડી ન જાય તે માટે ટેકો મુક્યો હતો. જેથી દશરથભાઈ ટેકો હટાવી લેવા કહેવા ગયા હતા. અગાઉ થયેલ બોલચાલી બાબતે મનદુખ રાખી ભરતભાઈ ઉશ્કેરાઈ ગયેલા અને ગાળો બોલવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા મારામારી કરી હતી. જેમાં ગૌશાલભાઈ ભરતભાઈ, અલ્કેશભાઈ ભરતભાઈ તથા જશીબેન ભરતભાઈ તમામ પ્રજાપતિ રહે મખીયાવ ગામ, લીલાપુર તા.સાણંદે દશરથભાઈ, ગણપતભાઈ ભરતભાઈ અને લક્ષ્મીબેનને માર મારતા ગંભીર તેમજ ઈજાઓ પહોંચતાં આ દશરથભાઈએ આ અંગે સાણંદ જીઆઇડીસી પોલીસ ફરિયાદ કરતા પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ શરુ કર્યો છે.

તો સામે પક્ષે આ અંગે ભરતભાઈ કેશાભાઇ પ્રજાપતિ દ્વારા સાણંદ જીઆઇડીસી પોલીસમાં ગણપતભાઈ પુંજાભાઈ, દશરથ ભાઈ ગણપતભાઈ, કનુભાઈ ગણપતભાઈ, રવિભાઈ દશરથભાઈ તમામ પ્રજાપતિ વિરૂદ્ધ સાણંદ જીઆઇડીસી પોલીસ નોંધાવી હતી. સાણંદ જીઆઇડીસી પોલીસમાં બને જુથ દ્વારા સામ સામે ફરિયાદ નોધાવવામાં હતી જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા થોડા સમય માટે ગામમાં દોડધામ મચી ગઇ હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

2 જૂથ વચ્ચે મારામારી થતાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

સાણંદ જીઆઇડીસી પોલીસમાં સામસામી ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો