ઓબીસી વિભાગના કાર્યકરો દિલ્હીમાં ભારત બચાવો અભિયાનમાં જોડાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી ડિપાર્ટમેન્ટના કાર્યકરો, પ્રમુખ, કાર્યકરો આગામી દિવસોમાં દિલ્હી ખાતે જઈ ભારત બચાવો અભિયાનમાં જોડાશે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના મોંધવારી, બેરોજગારી, ભષ્ટાચાર, સ્ત્રીઓ પરના અત્યાચારો, દેશની કથળતી આર્થિક હાલત જેવા ગંભીર સમસ્યાઓ ભાજપ સરકારના અણઘડ વહીવટથી નિષ્ફળતાઓ પ્રજા સમક્ષ લઈ જવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને કોંગ્રેસના ઓબીસી ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ ઘનશ્યામભાઈ ગઢવીની અધ્યક્ષ સ્થાને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તેમજ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટ ચેરમેન મહાદેવભાઈ કોળી પટેલ, ગૌતમભાઈ રાવલ, કાંતિભાઈ પ્રજાપતિની આગેવાનીમાં આગામી તારીખ 14ના રોજ દિલ્હી ખાતે આવેલા રામલીલા મેદાન ખાતે ભારત બચાવો અભિયાનના ભાગરૂપે સાણંદમાંથી 50થી વધુ કાર્યકરો ભાગ લેવા જશે. કેન્દ્રમાં રહેલી ભાજપની સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા આ આંદોલન શરૂ કરાયું છે.