Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડાની ડી.બી.પારેખ શાળા ખેલ મહાકુંભમાં પ્રથમ નંબરે
છોટાઉદેપુર જિલ્લામાં ખેલ મહાકુંભમાં જીલ્લામાં સંખેડાની ડી.બી.પારેખ હાઇસ્કુલ અવ્વલ નંબરે રહી હતી. જિલ્લામાં પ્રથમ ક્રમે આવવા બદલ દોઢ લાખ રૂપિયાનું ઇનામ મળશે.તાલુકાઓમાં પણ પ્રથમ ત્રણ આવેલી શાળાઓને પણ ઇનામ મળશે.
ગત કેલેન્ડર વર્ષમાં ખેલ મહાકુંભ યોજાયો હતો. ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળાઓએ તેમજ વ્યક્તિગત ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભની સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકો અવ્વલ નંબરે રહ્યો છે.સંખેડાની ડી.બી.પારેખ હાઇસ્કુલ પ્રથમ નંબરે આવી છે.
આ અંગે વધુ માહીતી આપતા જિલ્લા રમત-ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,”જિલ્લા કક્ષાએ સંખેડાની ડી.બી.પારેખ હાઇસ્કુલ,બીજા ક્રમે આદર્શ નિવાસી,ભેંસાવહી-તા.જેતપુર પાવી અને ત્રીજા ક્રમે ઇ.એમ.આર.એસ.,કવાંટ તાલુકો છે.જિલ્લામાં પ્રથમ આવેલ શાળાને દોઢ લાખ રૂપિયા,બીજા ક્રમે આવેલી શાળાને એક લાખ રૂપિયા અને ત્રીજા ક્રમે આવેલી શાળાને પંચોતેર હજાર રૂપિયા ઇનામ મળશે.જ્યારે તાલુકા કક્ષાએ પ્રથમ આવેલી શાળાને 25000,બીજા ક્રમે આવેલી શાળાને 15000 અને ત્રીજા ક્રમે આવેલી શાળાને 10000 રૂપિયા ઇનામ મળશે.