તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપમાં જોડાયેલા ડભોઇ પાલિકાના કોંગ્રેસના સભાસદોને નોટિસ ફટકારાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ નગર પાલિકાના 36 સભાસદો પૈકી કોંગ્રેસના 28 અપક્ષ-04 અને ભાજપા પક્ષે 04 સભાસદો ચુંટાયેલા હોય ગત તા. 09/04/2015ના રોજ ડભોઇ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરસભામાં કોંગ્રેસના 07 તેમજ અપક્ષ 03 મળી 10 સભાસદોએ ભાજપાનો ખેસ ધારણ કરતા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસમાંથી ભાજપામાં જોડાયેલા સાતેય સભાસદોને પક્ષમાંથી સસ્પેન્ડ કેમ ના કરવા તે બાબતનો ખુલાસો માંગતી લેખિત નોટિસ પાઠવી દિન સાતમાં ખુલાસો કરવાનું જણાવતા નગર પાલિકા સહીત કોંગ્રેસ ભાજપામાં ચર્ચાનો વિષય થવા પામ્યો છે.

ડભોઇની કૌમુદી સોસાયટી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરસભાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડભોઇ નગર પાલિકામાં કોંગ્રેસ પક્ષમાંથી ચુંટાયેલા 28 સભ્યોમાંથી જેમા જુદાજુદા વોર્ડના સાત સભ્યો મુકેશભાઇ જયંતિલાલ શાહ, સલીમભાઇ નુરભાઇ ઘાંચી, રાજુભાઇ શાહ, એમ.એચ.પટેલ, દક્ષાબેન એન.પટેલ, અનસુયાબેન કીરીટભાઇ વસાવા અને નયનાબેન તડવી કોંગ્રેસ પક્ષેથી ચુંટાયેલા સાત સભ્યોએ ભાજપામાં ખેસ પહેરી પક્ષ પલટો કરી મુખ્યમંત્રીની હાજરીમાં પ્રવેશ લીધો હતો. પક્ષ સાથે ગદ્દારી કરનાર પાલિકા પ્રમુખ સહીત સાતેય સભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કેમ ના કરવા એ અંગેનો લેખિત ખુલાસો દિન સાતમા જણાવવા કહેવાયુ છે. જો સમય મર્યાદામાં ખુલાસો ન કરે તો આ અંગે કઈ કહેવાનુ રહેતુ નથી. તેમ સમજી પક્ષ પલટો કરનાર તમામ સાતેય સભ્યો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી સાથે કોંગ્રેસ પક્ષના ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઇ પટેલની સહી સાથે પ્રદેશ કોંગ્રેસના લેટરપેડ પર લેખિત નોટિસ પાઠવતા ચકચાર મચી જવા સાથે રાજકિય વાતાવરણ ગરમ થવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...