ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નાણા ફડવાયા પણ 7 પીકઅપ સ્ટેન્ડ હજુયે બન્યા નથી

Rampura News - no 7 pickup stands have been made yet 073152

DivyaBhaskar News Network

Nov 17, 2019, 07:31 AM IST

અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ હતી. વિરમગામ ધારાસભ્ય દ્વારા વિધાનસભા વિસ્તારના વિવિધ પડતર પ્રશ્નોની રજુઆત સાથે હલ કરવા ચર્ચા કરવામાં આવી હતી.

સમયાંતરે જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાતી હોય છે. અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં સંકલન સમિતીની બેઠક યોજાઇ હતી. લાખાભાઇ ભરવાડ (ધારાસભ્ય વિરમગામ) દ્વારા વિરમગામ વિધાનસભા વિસ્તારના વિરમગામ, માંડલ, દેત્રોજ, રામપુરા તાલુકાના પડતર પ્રશ્નો હલ થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. જખવાડા ગામ પાસે માર્ગ પર બમ્પ મુકવા, વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના ગામોમાં રી-સરવે રેર્કડની અજરીઓ પેન્ડિંગ છે તેની માહિતી, દસલાણા ગામની સીમમાં ખાતા નંબરના નકશાની આકૃતિમાં ફેરફારની અરજીનો નિકાલ, વિધાનસભા વિસ્તાર વરસાદનાં કારણે પાકને નુકસાન સરવેની કામગીરી, મનુસર તળાવની સફાઇ, સાર્વજનિક લાઇબ્રેરી ટાવરની ઘડીયાળનું સમારકામ, શહીદ બાગના વિકાસ માટેની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. નીલકી ફાટર અનુસંધાન પાના નં-3

X
Rampura News - no 7 pickup stands have been made yet 073152

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી