તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાનીટોકરી ગામે પાણીની સુવિધા માટે બોર કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ નજીકમાં આવેલ નાની ટોકરી ગામે સરકારે નંદઘરના નામે આંગણવાડી છ લાખથી વધુના ખર્ચે બનાવી દીધી હતી. પરંતુ પાણી માટે ટાંકી કે બોર ના કરાવ્યો હતો. જે આંગણવાડીની મુલાકાત લેતા જાણવા મળ્યુ હતું કે નંદઘરના ભૂલકાઓ માટે નજીકમાં પીવાના પાણીની સુવિધા જ નથી. અને સંચાલિકા બેનને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમારી આંગણવાડીનો સમય સવારે 9.30થી 3.30નો હોય છે. આંગણવાડીના બાળકોને તરસ લાગે અથવા નાસ્તો આપ્યાં પછી ગામના હેડ પમ્પ પર લઈ જઈને પાણી પીવડાવવું પડે છે. જે અંગેના સમાચાર દિવ્ય ભાસ્કર દૈનિકમાં પ્રસિદ્ધ થતાં તાકાલિક ધોરણે આંગણવાડીની બાજુમાં નવીન બોર કરવામાં આવ્યો હતો. બોર ત્રણ સો ફૂટથી ઊંડો કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો