તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુંવાળ સહિત જિલ્લામાં નવરાત્રિનો થનગનાટ, યુવાધન હિલોળે ચડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મા આદ્ય શકિતની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિનો આજથી પ્રારંભ થશે. જેને લઇ ખેલૈયાઓમાં ભારે આનંદ, ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચોકમાં વિવિધ મંડળો દ્વારા નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ મોડીરાત સુધી ચાલી હતી.

જો કે વરસાદી વાતાવરણ ને લઇને મંડળો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. ચુંવાળ પંથકના દેત્રોજમાં રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, બહુચરાજી મંદિર અને રામપુરા(ભંકોડા)માં રેલવે સ્ટેશન, અંબાજી મંદીરનો ચોક, મહેતા વાસ, પટેલ વાસ, આંબેડકર વાસ, ઇન્દિરા પરા સહિત ગામોમાં નવરાત્રિ મહોત્સવનો આજથી પ્રારંભ થશે.

નવ દિવસ દરમિયાન દેશી ઢોલના તાલે અબાલ વૃદ્ધો સૌ સાથે ઉમંગ- ઉત્સાહ સાથે ગરબાના તાલે ઝૂમી ઊઠવા થનગની રહ્યા છે. છેલ્લા 4-5 દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો હોઇ મંડળીઓ અને ખેલૈયાઓ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નવરાત્રીનો આજથી શુભઆરંભ થઇ રહ્યો છે ત્યારે જિલ્લાના તમામ નાના મોટા શહેર તથા ગામડામાં નવરાત્રીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે. ગામડાઓમાં પણ મોટાપાયે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને લઈને આયોજકો તથા ખેલૈયાઓમાં ચીંતાનું મોજુ ફરી વળ્યું છે. આગામી 5 દિવસ સુધી વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવતા ખેલૈયાઓમાં નીરાશા વ્યાપી છે. જિલ્લાના મોટાભાગના શહેરોમાં મોટાપાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે વરસાદને લઇ આયોજકો મુંઝવણ અનુભવી રહ્યા છે. જોકે વરસાદ આવવાનો હોય તો આવે પણ ગરબા રમનારા યુવક-યુવતીઓમાં નવરાત્રીને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી માટેની તમામ ખરીદીઓ કરી લેવામાં આવી છે. સાણંદ, વિરમગામ, દેત્રોજ, માંડલ, વિઠ્ઠલાપુર, બાવળા, બગોદરા, બરવાળા, રાણપુર, ધોળકા, ધંધુકા તથા બોટાદ જિલ્લામાં પણ અનેક સ્થળોએ ગરબાનું આયોજન કરરાયું છે. જે માટે યુવાઓ થનગની રહ્યા છે. બોટાદમાં પોલીસ દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...