સાણંદની ચેખલા શાળાના શિક્ષકને નવોદય ક્રાન્તિ નેશનલ એવોર્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ ભાસ્કર | અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિની ચેખલા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા જાગૃતિબેન અટારાને નવોદય ક્રાન્તિ ભારત, અમૃતસર પંજાબ ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ભાગ લઈને સરકારી સ્કૂલને સ્માર્ટ સ્કૂલ બનાવવા અંગે પોતાના નવીન વિચારો-નવાચારને પીપીટી દ્વારા રજૂ કર્યા હતા.જેમાં ગુજરાતના આઠ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે ચેખલાના જાગૃતિબેન અટારાને પણ નવોદય ક્રાન્તિ નેશનલ એવોર્ડ એનાયત કરી સન્માનિત કર્યાં હતાં. તેઓએ આ એવોર્ડ શાળાને અને બાળકોને અર્પણ કરીને ચેખલા પ્રા.શાળા, તાલુકા, જિલ્લા અને રાજ્યને ગૌરવ અપાવેલ છે.
અન્ય સમાચારો પણ છે...