તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતીષાણા ગામે અષ્ઠમી નિમિતે શિકોતર માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતીષાણાના શિકોતર માતાજીના વિવિધ ગામડાઓના શ્રદ્ધાકેન્દ્ર સમાન એક માત્ર સ્થાનક એવા શિકોતર માતાજી રોજીયા પરિવાર, માઇભક્તો અને સવકો દ્વારા ચૈત્ર સુદ આઠમને શનિવાર 13-04-2019ના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિતે સવારે 9 કલાકે યજ્ઞનો આરંભ કરાશે. દિવસ દરમિયાન યજ્ઞની આહુતિ પૂજા બાદ સાંજે 5.30 કલાકે શ્રીફળ હોમાયા બાદ સાંજે 6 કલાકે આયોજીત મહાપ્રસાદીનો સર્વેજનો લાભ લેશે.

છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પી.એલ.વી.તરીકે વારીશ શેખની નિમણૂક
ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વીશ ઓથોરિટી , અમદાવાદ ના નેજા હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓ મા કાનૂની સેવા સત્તા મંડળ ની રચના કરવામાં આવેલ છે, જેનો હેતુ રાજ્યનો કોઇપણ નાગરિક ને મફત કાનૂની સલાહ - માર્ગદર્શન મળી રહે તેનાં માટે લીગલ એડ કલીનીક ચલાવવા મા આવે છે, જેની અંદર એક પેનલ એડવોકેટ અને એક પી.એલ.વી.ની નિમણૂંક માટે નીતિ નિયમો પ્રમાણે ઇન્ટરવ્યૂ લેવામાં આવેલ જેમા છોટાઉદેપુર ના ઉત્સાહી યુવાન ની પી.એલ.વી.તરીકે નિમણૂંક કરાતા વારીશ શેખ અને તેનાં પરિવાર જનો ઉપર અભિનંદન ની વર્ષા નગરજનો દ્રારા કરવામાં આવી રહી છે,, વારીશ શેખ હજી વકિલાતની શરૂઆત કરી નથી, તેં પહેલાજ સફળતા મેળવી છોટાઉદેપુર નગર તેમજ જિલ્લાનું ગૌરવ વધારતા લોકો વારીશ શેખ મા નિષ્ણાત વકીલના ગુણો જોઇ રહ્યાં છે.

અંકલેશ્વરમાં પુસ્તક પરિચય કાર્યક્રમ
અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય ખાતે જુનિયર બુક લવર્સ ફોરમ દ્વારા કસ્તુરબાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પરિચયનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનિયર બુક લવર્સ ફોરમના સભ્યોએ કસ્તુરબાના જીવન આધારિત પુસ્તકો અંગે પરિચય આપ્યું હતું .સદર કાર્યક્રમમાં પ્રેમ કુંવરબા ઝાલા, કલ્પના મોરથાણા અને આમંત્રિતો હાજર રહયાં હતાં.

ફરતીકુઇ ગામે અંબા માતાના મંદિરના પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ અને નવચંડી યજ્ઞ યોજાયો
ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામે હાલ ચાલતી ચૈત્રીનવરાત્રીના પાંચમા નોરતે અંબામાતાના મંદિરનો પાટોત્સવ હોઇ ગ્રામજનો દ્વારા આ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતાં. ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામે આવેલા અંબામાતાજીના મંદિરનો બીજો પાટોત્સવ ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે આવતો હોઇ ગ્રામજનો દ્વારા પાટોત્સવની ભવ્ય ઉજવની કરવામાં આવી તો પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યોક્રમો યોજાયા હતાં. જેમાં વહેલી સવારે આરતી બાદ નવચંડી યજ્ઞ વિદ્યવાન બ્રાહ્મણોની ઉપસ્થિતિંમાં 25 જેટલા જોડાઓના યજમાન પદે યોજાયો હતો. સાંજે નારીયેળ હોમાયા બાદ માતાજીના મંદિરે ભવ્ય અન્નકુટદર્શન તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતુ અંબામાતા મંદિર ચોક ખાતે રાત્રીના યુવક યુવતીઓ અને વડીલો ગરબાના તાલે ઝુમી ઉઠ્યા હતાં.

રાજપીપળાની છોટુભાઇ પુરાણી કોલેજમાં વિદાય- સન્માન સમારંભ
રાજપીપલાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં રાજ્ય અને આંતર રાજ્યકક્ષાએ ભાગ લઇ ને વિજેતા બન્યાં છે. વિજેતા વિદ્યાર્થીઓ તથા તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ અને આચાર્ય ડો.સી.બી. કગથરા અને પમ્પમેન દિલીપ પટેલનો વિદાયમાન સમારંભ યોજાયો હતો. જેમાં પ્રમુખ સ્થાને પ્રચારક મંડળના આધ્યક્ષ ડો.ચૈતન્ય પટેલ, બિરસા મુંડા યુનિર્વસિટીના કુલસચિવ વિજયસિંહ વાળા, મહામંત્રી કરણસિંહ ગોહિલ, પાલિકા પ્રમુખ જિગીષા ભટ્ટ, જતીન વસાવા, મનજી ચૌધરી,સિનિયર અધ્યાક ડો. કૌશિકસિંહ ગોહિલ, ડો.હસમુખ પટેલ, સહીત સમગ્ર સ્ટાફ હાજર રહયો હતો.

ટેક એક્સ્પોમાં ભરૂચના વિદ્યાર્થીઓ ઝળક્યા
પારુલ યુનિવર્સીટીમાં 9 એપ્રિલના રોજ ટેક એક્સ્પોનું આયોજન કરાયું હતું.જેમાં ભરૂચ અને વડોદરા વિદ્યાર્થીઓએ પ્રદુષણ રહિત અને ઓછા ઈંધણ સાથે કામ કરતી હાઈબ્રીડ કેફે રેસર બાઈક બનાવી હતી. વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ વાહનોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ હાઇબ્રીડ કેફે-રેસર બનાવ્યો હતો. જે હાઈબ્રિડ સિસ્ટમ પેટ્રોલ તેમજ ઇલેક્ટ્રિક પર બે સ્રોતો પર ચાલે છે.કેફે રેસર બાઈક ભવિષ્યમાં બળતણ વપરાશમાં સુધારા,પ્રદૂષણ ઘટાડવા અને પરંપરાગત બાઇકોની તુલનામાં આકર્ષક ડિઝાઇન માટે વધુ માંગણીશીલ બની રહશે. કેફે રેસરનો પ્રોજેક્ટ બનાવનાર વિદ્યાર્થીઓમાં વિકાસ તિહાલ, ધનંજય પંડયા, જોયલ વી જોસ, શશાંક સિંહ તથા ફુરકાન શેખે પૂરો કર્યો હતો.

ચાંદોદના લિંમ્બચ માતાજીના મંદિરે આઠમે હવનનું આયોજન
ચૈત્રી નવરાત્રીના પુણ્ય દિવસોને અનુલક્ષી ચાંદોદના માઈ મંદિરોમાં પધારી ભાવિકો દર્શન, પૂજન સહ ધાર્મિક કાર્યક્રમોનો લાભ મેળવી રહ્યા છે. શક્તિની આરાધનાના પર્વને લઈ શ્રદ્ધાળુઅો આ દિવસો દરમિયાન ભક્તિ ઉપાસના અને ઉપવાસ રાખી માતાજીના ગુણગાન ગાતા રહ્યાં છે. યાત્રાધામ ચાંદોદના લિંમ્બચીયા સમાજના કુળદેવી અેવા શ્રી લિંમ્બચ માતાજીના મંદિરે ચૈત્રી અષ્ઠમી તા. 13 અેપ્રિલના રોજ વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 1.30 કલાકે પ્રારંભ થનારા આ હવનની 4-00 કલાકે પૂર્ણાહુતિ થશે. જેનો સમાજના ભાવિકો અને નગરજનોઅે લાભ પ્રાપ્ત કરશે.

ગોધરાના મહાકાળી માતાજીના મંદિરે 1001 દિવાડાની નૃત્ય આરતી
ગોધરાના સુપ્રસિધ્ધ મહાકાળી માતાજીના મંદિરે ચૈત્ર માસને અનુલક્ષીને 1001 દિવાડાની નૃત્ય આરતી ઉતારવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં માઇ ભક્તોએ લાભ લીધો હતો અને માતાજીના ગર્ભગૃહને ફુલોથી શણગારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...