તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગરમાં રાષ્ટ્રીય પોષણ પખવાડિયાની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પ્રધાનમંત્રીશ્રીના “સહી પોષણ દેશ રોશન” ના આહવાનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા ના શુભ આશય અંતર્ગત ભારત સરકારની સૂચના અનુસાર આ વર્ષે પણ 8મી માર્ચ-2020 થી 22મી- માર્ચ-2020 સુધી રાષ્ટ્રીય પોષણ પખવાડિયાની ઉજવણી સંલગ્ન વિભાગો સાથે રહીને કરવાની થાય છે તે સંદર્ભે આ પખવાડિયામાં પોષણને લગતી બાબતોમાં પુરુષ ભાગીદારી વધારી અને જુદી જુદી થીમ ઉપર તા.8મી માર્ચ 2020ના રોજથી મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ પખવાડીયાની ઉજવણીનો શુભારંભ કરાયો છે.

રાષ્ટ્રીય પોષણ પખવાડિયાના ઉજવણીના ભાગ રૂપે 08-03-2020ને રવિવારના પ્રથમ દિવસે મહીસાગર જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરાયુંં અને ઉપસ્થિત ગ્રામજનોને પોષણ સપથ લેવડાવ્યા હતા. તા.09-03-2020ને સોમવારના દિવસે દરેક આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં સ્વચ્છતાને લગતી કામગીરી કરાઇ હતી. જેમાં બાળકોને હેન્ડવોશિંગની જાણકારી આપી હતી. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો દ્વારા હોળીના ઉત્સવમાં યોજાયેલા મેળામાં પોષણ અને સ્વચ્છતાને લગતી જાણકારી અપાઇ હતી. તા.10-03-2020ના રોજ બહોળી સંખ્યામાં યુવાનો સાથે મિટિંગ કરી પોષણ અંગે માહિતી આપી ત્યારબાદ પોષણ પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. તા.11-03-2020ના રોજ શાળા આધારિત પ્રવૃતિઓ કરવામાં આવી હતી તેમજ વિવિધ સેજામાં એનીમિયાના કેમ્પનું આયોજન કરી માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા સાઇકલ રેલી તેમજ પોષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 12-03-2020ના રોજ કિશોરીઓ માટે જાગૃતિ અભિયાન,પોષણ માટે સહકારી સંઘો,ફેડરેશન અને સ્વ સહાય જુથોના સભ્યો સાથે મિટીંગ અને ગૃહ મુલાકાતનું આયોજન કરાયુંં હતું. આમ મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ પખવાડિયાની ઉજવણી જન આંદોલન થકી કરી જિલ્લાને સુપોષિત કરવા સઘન પ્રયાસો આદર્યા છે.

_photocaption_આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં સ્વચ્છતાને લગતી કામગીરી કરાઇ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો