નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીની વિકટ સમસ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલના અલીન્દ્રા પાસે નર્મદાની પાઇપ લાઇન લીકેજ થતાં ટેન્કરથી પાણી પહોચાડાયું મકસુદ મલિક

ભાસ્કર ન્યુઝ | હાલોલ

કાલોલ તાલુકા ના અલિંદ્રા ગામ માં આવતી નર્મદા ની પાઇપ લાઈન માં પાંચ દિવસ થી ભંગાણ સર્જાતા ભર ઉનાળા માં ગામ લોકો ને પાણી ની સમસ્યા નો સામનો કરવાનો વારો આવ્યો છે.

બીજી તરફ પંચાયત ના બોર માં પણ પાણી ખૂટી જતા પાણી ના ટેન્કર થી પ્યાસ બુઝાવી રહ્યા છે.કાલોલ તાલુકાનું મેદાપૂર પંચાયત ના 1200 ની વસ્તી ધરાવતુ અલિંદ્રા ના ફળિયા માં પંચાયત અને નર્મદા નું પાણી નળો માં આવે છે પંચાયત ના બોર માં પાણી ખૂટી જતા પાણી ની ટાંકી ભરાતી નથી ની સાથે દુકાળ માં તેરમો માસ ની સાથે નર્મદા ની પાઇપ લાઈન માં ભંગાણ સર્જાતા ઘરો ના નળો માં આવતું પાણી બંધ થઈ જતા લોકો ને ખાનગી પાણી ના ટેન્કર નો સહારો લેવાનો વારો આવ્યો છે પાણી ની સમસ્યા એ તંત્ર ના દાવાઓ ની પોલ ખુલી કરી નાખી છે.

નર્મદાની પાઇપો કોઈએ તોડી નાખી
પંચાયત ના બોર ની આસપાસ અન્ય બોર કરાતા બોર માં પાણી ખૂટી ગયું છે જેને લઈ ટાંકી ભરાતી નથી અને નર્મદા ની પાઇઓ કોઈ એ તોડી નાખતા પાણી વેડફાઈ જતા પાણી ની તકલીફ ઉભિ થઈ છે નર્મદા પાણી પુરવઠા ને જાણ કરાતા પાઇપો નું સમારકામ શરૂ કરી દેવાયુ છે બે દિવસ માં પાણી ચાલુ થઈ જશે.નગીનભાઈ પટેલ, સરપંચ મેદાપુર

અન્ય સમાચારો પણ છે...