નડિયાદ પાસે ટેમ્પી પાછળ બાઇક અથડાતા 2ને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ નજીક પેટલાદ રોડ ઉપર પૂરપાટ ઝડપે જઇ રહેલ બાઇકના ચાલકે આગળ જઇ રહેલ ટેમ્પી સાથે અકસ્માત સર્જતા બાઇક સવાર બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ- પેટલાદ રોડ ઉપર ઉત્સવ પાર્ટી પ્લોટ પાસેથી રામાભાઇ ફતાભાઇ પરમાર પોતાનું બાઇક લઇને હર્ષદભાઇ ઉર્ફે મુકેશભાઇ મેલાભાઇ બારૈયા સાથે પસાર થઇ રહ્યા હતા. તે સમયે એક ટેમ્પીનો ચાલક નીકળતાં રામાભાઇએ બ્રેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાઇક આગળ જઇ રહેલ ટેમ્પી પાછળ અથડાતા રામાભાઇ અને મુકેશભાઇ માર્ગ ઉપર પટકાતા બંનેને ઇજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...