તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરાના કબ્રસ્તાન પાસે ગંદકી-કચરાના ઢગલા કરાતા મુસ્લિમ સમાજનો વિરોધ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરાના તળાવ નજીક પંચાયત દ્વારા વર્ષોથી ગામની ગંદકીનો કચરો ઢાલવવામાં આવી રહ્યો છે. જેના કારણે તળાવ પણ પુરાણ થતું જોવા મળી રહ્યુ છે. આ જગ્યાની સામેના ભાગે જ મુસ્લિમ સમાજનુ કબ્રસ્તાન પણ આવેલ છે.

છેલ્લા કેટલા સમયથી આ જગ્યા પર ગામની ગંદકીના ઢગલા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ જગ્યા પર ઠાલવવામાં આવતા કચરાનો નિકાલ પણ કરાતો નથી ત્યારે આજરોજ કબ્રસ્તાન તરફ જવાના માર્ગ પર ગંદકીના ઢગલા અને મરેલ પશુ ફેંકાતા મુસ્લિમ સમાજના લોકોમાં પંચાયત પ્રત્યે રોષની લાગણી ફેલાઇ હતી. કબ્રસ્તાનના નજીક ઠાલવવામાં આવતી ગંદકી અને તેનોથી ફેલાતી ગંદકીને બંધ કરવા માટે મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ નોંધાવી લેખિતમાં રજુઆત કરી દાહોદ કલેક્ટરથી લઈને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી સુધી પોતાની માંગ સંતોષવા રજુઆત કરી છે. મુસ્લિમ સમાજની માંગ ન સંતોષાય તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ફતેપુરાના કબ્રસ્તાન, તળાવ નજીક કચરાના ઢગલા કરવામાં આવતા મુસ્લિમ સમાજ લોકો એ વિરોધ નોંધાવ્યો હતો. તસવીર-રીતેષ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો