ગોધરામાં દિવ્ય ભાસ્કર પ્રસ્તુત જોન્સન જેન્ટલ સ્પર્શ કાર્યક્રમમાં માતાઓએ સ્કિન કેરની ટિપ્સ મેળવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરામાં દિવ્ય ભાસ્કર તથા જોન્સન જેન્ટલ સ્પર્શ દ્વારા નવજાત બાળકોની સ્કિન કેર અંગેની જાણકારી શહેરના આરોગ્ય વિભાગના ડોક્ટર, નામાંકિત બાળકોના ડોક્ટર તથા પ્રતિષ્ઠીત મહીલા દ્વારા જાણકારી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નવજાત બાળક સાથે મહિલાઓ તથા જોન્સનના ડિસ્ટ્રિબ્યુટર હાજર રહ્યા હતા.

ગોધરામા દિવ્ય ભાસ્કર તથા જોન્સન જેન્ટલ સ્પર્શ દ્વારા રેડક્રોસ સોસાયટીના હોલમાં જોન્સન જેન્ટલ સ્પર્શ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આરોગ્ય વિભાગના ડૉ. ધૃવી શાહ, બાળકોના નામાંકિત ડૉ. નિરવ હમીરાણી, પ્રતિષ્ઠીત મહીલા ગૌરીબેન જોષી તથા દિવ્ય ભાસ્કરના પ્રતિક સોની દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

માતૃત્વએ ભગવાનની સૌથી મોટી ભેટ છે. નવજાત બાળક જન્મે ત્યારે તેની ત્વચા ભેજવાળી અને સામાન્ય માણસની ચામડી કરતા ત્રણ ગણી મુલાયમ હોય છે. કાર્યક્રમમાં નવજાત બાળકોને સ્કિન સેન્સેટિવ હોવાથી મોશ્યુરાઇઝર કરવા માટે બ્રાન્ડેડ સાબુનો ઉપયોગ કરવો જોઇએ અને માલિશ કરવા ભારે કરતાં હલકું તેલનો ઉપયોગ કરવો જોઇએ ભારે તેલને લીધે બાળકોના હાથ પર અસર કરે છે. જેથી તેઓને તકલીફ ઉભી થયા છે. જેન્ટલ સ્પર્શ એટલે માતાનું સ્પર્શ હોય છે. જેથી નવજાત બાળકો માટે હાનિકારક કેમિકલ વાળી પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો જોઇએ. કાર્યકમમાં મોટી સંખ્યામાં બાળકો સાથે આવેલી મહિલાઓએ બાળકોની સંભાળની ટીપ્સ લીધી હતી. જોન્સન એન્ડ જોન્સનના પંચમહાલના વિક્રેતા અનીશ પરીખ તથા માર્કેટિંગના સંજય શર્મા સાથે રિપોર્ટર હેમંત સુથારે સહયોગ આપીને કાર્યકમને સફળ
બનાવ્યો હતો.

મોટી સંખ્યામાં નવજાત બાળક સાથે મહિલાઓ તથા જોન્સનના ડિસ્ટ્રિબ્યુટર હાજર રહ્યા

નવજાત બાળકોની ચામડી મુલાયમ હોવાથી તેમને ચામડીના રોગની અસર વહેલી થાય છે

ઘરઘથ્થુ દવા વાપરવી જોઇએ નહીં

બાળકોના નામાંકીત ડૉ. નિરવ હમીરાણીએ જણાવ્યુ હતુ કે નવજાત બાળકોને સૌથી જરૂરી છે માતાનું દુધ, સમયસર રસીકરણ, ખોરાકમાં કાળજી તથા સમયસર શારીરિક તપાસ, નવજાત બાળકોની ચામડી મુલાયમ હોવાથી તેમને ચામડીના રોગની અસર વહેલી થાય છે. શરદી કફ, અલર્જી થઇ જતી હોય છે. આવા સમયે ઘરઘથ્થુ દવાઓ વાપરવી જોઇએ નહી પરંતુ નામાંકિત
કંપનીની દવાઓ જે લેબોરેટરીમાં પ્રમાણીત થયેલી દવાઓ જ વાપરવી જોઇએ.


નામાંકિત કંપનીઓ દ્વારા ઉત્પાદીત પ્રોડક્ટ વાપરો

આરોગ્ય વિભાગના ડૉ. ધૃવી શાહે જણાવ્યુ હતુ કે નવજાત બાળકોની ત્વચા ખુબજ કુમળી હોય છે જેથી તેમને ઇન્ફેક્શન વહેલુ લાગી જતુ હોય છે. જેથી ઘરઘથ્થુ ઉપયોગ કરવાની જગ્યાએ નામાંકિત કંપનીઓની ઉત્પાદીત પ્રોટક્ટ વાપરાનો આગ્રહ રાખવા જણાવ્યુ હતુ. અને સરકાર દ્વારા જાહેર કરેલી વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યુ હતું.

મારી દિકરી માટે જોન્સન બેબી ઓઇલ વાપરતી હતી

પ્રતિષ્ઠીત મહિલા ગૌરીબેન જોષીએ જણાવ્યું હતું કે બાળકોની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. તે એકદમ કુમળા છોડ જેવું હોય છે. તેમને કોઇ પણ રોગની અસર વહેલી થતી હોય છે. ચામડી પર વહેલી અસર થાય છે. જેથી જોન્સન જેવી નામાંકીત કંપનીમાં લેબોરેટરીમાં પાસ થયેલી દવાઓ વાપરવી જોઇએ. મારી દિકરી નાની હતી ત્યારે મે પણ તેના માટે જોન્સન બેબી ઓઇલ જેવી અન્ય પ્રોડક્ટ વાપરી હતી. તમને પણ આ કંપનીની પ્રોડક્ટ વાપરવાની સલાહ આપુ છું.

_photocaption_ગોધરામાં દિવ્ય ભાસ્કર પ્રસ્તુતિ જોન્સન જેન્ટલ સ્પર્શ કાર્યકમમાં મોટી સંખ્યામાં નાના બાળકો સાથે માતાઓ હાજર રહી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...