હાલોલમાં ગંદકીથી મચ્છરના ઉપદ્રવ - બેવડી ઋતુથી રોગચાળાનો વાવર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ નગર ખાતે ઘણા વિસ્તારોના રહીશો તાવ ખાસી શરદીના રોગમાં સપડાતા હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી. મકસૂદ મલિક

ભાસ્કર ન્યુઝ | હાલોલ

બેવડી ઋતુનો માહોલ, સર્જાતા દિવસે ગરમી અને રાત્રે ઠડીનો એહસાસ થઈ રહ્યો છે નગરમાં ઠેર ઠેર ગંદકી ને લઇ મચ્છરનો ઉપદ્રવને કારણે નગર વાસીઓ તાવ, શરદી, ખાંસી,વાયરલ ઇન્ફેકશન તેમજ ડેન્ગ્યુના લક્ષણ ધરાવતા રોગોના ભરડામાં આવી જતા હાલોલના સરકારી દવાખાનામાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલોલ રેફરલ ખાતે જનરલ ઓપીડીના સરેરાશ 400 દર્દીઓ આવતા હોવાનું જાણવા મળી આવ્યું છે. જયારે હાલોલ નગર ખાતે સીઝન માં કુલ 11 ડેંગ્યુ ના કેશ સરકારી ચોપડે નોંધાયા છે. હાલોલ તાલુકા આરોગ્ય ખાતું પણ સાબદું બની નગરમાં ઠેક ઠેકાણે સર્વે કરી રોગોને ડામવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે .

હાલોલ નગર સફાઈ બાબતે ફક્ત બાહ્ય દેખાવ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે પહેલા રાત્રી સફાઈ હાથ ધરવામાં આવતી હતી જે હાલ બંધ થઈ ગઈ છે ,હાલ સફાઈ ફક્ત મુખ્ય માર્ગો ઉપર થઈ રહી છે નગરના ફળીયા સોસાયટીઓમાં સફાઈ કામદારો અનિયમિત આવે છે. જેથી રોજેરોજ સફાઈ થતી નથી જેને લઇ નગરમાં ઠેક ઠેકાણે ગંદકી જોવા મળી રહી છે

હાલમાં ધીમા પગલે ઠંડીનો માહોલ જામ્યો છે પરંતુ દિવસ દરમ્યાન ગરમીનો માહોલ હોવાથી હાલ બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે મચ્છરના ઉપદ્વવને લઈ નગરના દરેક વિસ્તારમા લોકો નાની મોટી બીમારીના સકંજામાં આવી ગયા છે.

ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવ્યું છે
ડેન્ગ્યુ ના રોગ ને લઈ હાલોલ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ના જણાવ્યા મુજબ નગર ના જુદા જુદા વિસ્તાર માં થી સીઝન દરમ્યાન 11 ડેન્ગ્યુ ના દર્દી ઓ મળી આવ્યા હતા. તેઓ ની સારવાર દરમ્યાન તબિયત હાલ સારી હોવાનું જાણવા મળ્યુ છેઆ ઉપરાંત ડેન્ગ્યુ ના મળી આવેલ કેશો વાળા વિસ્તારમાં ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવ્યું છે. અને રોગ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જયારે હાલોલ રેફરલ મા સપ્ટેમ્બર માસ માં 10138 કેશ ઓક્ટોબર માં 8271 કેશ અને નવેમ્બર માસ ની 20 તારીખ સુધીમાં 6917 જનરલ ઓપીડી ના દર્દી ઓ એ હાલોલ રેફરલ ખાતે સારવાર લીધી હતી.

આરોગ્ય ચકાસણીમાં જાણ થતા પૂર્ણ રીતે સ્વસ્થ કરવાના પ્રયત્નો શરૂ કરાયા હતા
આરોગ્ય વિભાગની અદ્વિતીય કામગીરી
ટીનેટોમી બાદ બાળકને બૂટ પણ અપાયા
વાંધેલાનો જન્મજાત વાંકા પગ ધરાવતો બાળક દોડતો થયો
ભાસ્કર ન્યુઝ લુણાવાડા

શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના વાંધેલાના દિનેશભાઇ ડામોરના પુત્ર કેયુરને જન્મજાત વાંકા પગ (કલબ ફુટ) હોવાની જાણ થતા આરોગ્ય અધિકારીઓએ તેના ઘરની વીઝીટ કરી તેના પરીવારને બીમારી વિશે પુરી સમજ આપી અને જન્મના ૧૫ દિવસ બાદ તેની સારવાર અમદાવાદ પોલીયો ફાઉન્ડેશનના કલબ ફૂટ ક્લીનીક ખાતે શરૂ કરવામાં આવી જ્યા દર અઠવાડીયે પ્લાસ્ટર કર્યું. છ પ્લાસ્ટર બાદ ટીનેટોમી કરવામાં આવી સમગ્ર સારવાર દરમ્યાન મહીસાગર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ વારંવાર લાભાર્થીની મુલાકાત લઇ અને તેમને માર્ગદર્શન આપ્યું સંપુર્ણ સારવાર સારી રીતે કરવામાં આવી. ટીનેટોમી બાદ પોલીયો ફાઉન્ડેશન માંથી બાળકને બુટ પહેરવા માટે આપવામાં આવ્યા હતા. જે ત્રણ મહીના સુધી સતત પહેરવાના હોય છે. ત્યાર બાદ માત્ર રાત્રે પહેરવાના હોય છે. આટલી સઘન કાળજી બાદ બાળક કેયુર ડામોર આજે અન્ય બાળકોની જેમ ચાલી શકે છે અને દોડી શકે છે.

અમદાવાદમાં સારવાર શરૂ કરાઇ
સરકારનો આ કાર્યક્રમ અમારા જેવા ગરીબ પરીવારો માટે આશાનુ કિરણ બની રહ્યો છે. મારા પુત્રને જન્મ જાત વાંકા પગ (કલબ ફુટ) ધરાવતો હતો તે જાણીને અમે ઘણા દુઃખી થયા હતા. તેની સારવાર માટે અમે ખર્ચ કરી શકવાની સ્થિતિમાં ન હતા. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના અધિકારીઓએ અમને સાંત્વના અને માર્ગદર્શન આપ્યુ. તે અનુસાર અમે પોલીયો ફાઉન્ડેશન અમદાવાદ ખાતે સારવાર શરૂ કરી અને બીમારી ધીરે ધીરે ઓછી થતી ગઇ આજે મારો પુત્ર સારી રીતે ચાલતો અને દોડતો થયો છે. તેની અમને ઘણી ખુશી થાય છે અને સરકારનો આભાર માનવા માટે અમારી પાસે શબ્દો નથી.દિનેશભાઇ ડામોર,બાળક કેયુરના પિતા

બાળક કેયુર ડામોરને સારવાર કરાઇ.

કોક્લિયર ઈમ્પ્લાન્ટનું ઓપરેશન કરાયું
હોસેલાવનો મૂકબધિર બાળક સારવાર બાદ સાંભળતો થયો
ભાસ્કર ન્યુઝ શહેરા

શહેરામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હાંસેલાવ આંગણવાડી ખાતે આર.બી એસ.કે ની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય ચકાસણી દરમિયાન તારીખ 11/6/ 2018ના રોજ ધ્યાનમાં આવ્યું કે ચાર વર્ષીય રાકેશને સાંભળવા અને બોલવામાં તકલીફ પડે છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મૂકબધિર બાળક રાકેશના ખાંટના પિતા સ્વરૂપ ભાઈને આંગણવાડી ખાતે બોલાવામાં આવ્યા હતા. મૂક બધિર બાળક રાકેશ સાંભળી અને બોલી શકે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા અને સારવાર અર્થે બાળકને તારીખ 7/9/2018ના રોજ અમદાવાદ ખાતે બેરા ટેસ્ટ કરવામાં આવ્યો જ્યાં સાંભળવામાં તકલીફ હોવાનું નિદાન થયું. ત્યારબાદ દિવ્યાંગ બાળક ના માતા-પિતાને સારવાર અને કોકિલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન અંગે આર.બી એસ.કે ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તે સમયે બાળકનું હિમોગ્લોબીન ઓછું હોવાથી ઓપરેશન થઈ શક્યું નહીં તારીખ 22 /10/ 2019ના રોજ ગાંધીનગર સિવિલ ખાતે ચાર વર્ષીય બાળકને કોક્લિયર ઈમ્પ્લાન્ટના ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલ હતો. તારીખ 23/ 10/ 2019ના રોજ કોક્લિયર ઈમ્પ્લાન્ટનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડતા બાળકના પરિવારજનો સાથે આરોગ્ય વિભાગ પણ ખુશી જોવા મળી હતી. 28 /10 /2019ના રોજ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ચાર વર્ષીય રાકેશનું ઓપરેશન બાદ સ્વાસ્થ્ય પણ સારૂ છે અને તે અન્ય બાળકો સાથે ખુશીથી રમતો પણ હોય છે મહત્વની વાત એ છે કે મૂકબધિર રાકેશના પિતા સ્વરૂપ ભાઈ મજૂરી કામ કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ ઓપરેશનનો ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવ્યો હતો. ઓપરેશન વિનામૂલ્ય થતા તેઓના ચહેરા પરની છીનવાઈ ગયેલ હસી પાછી આવી ગઈ હતી.

હોસેલાવનો 4 વર્ષિય બાળક રાકેશ.

અન્ય સમાચારો પણ છે...