તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • Lunavada News More Than 150 Forest Workers And More Than 30 Night Vision Traps Cameras Will Be Created To Facilitate The Exploration Of Tigers 024140

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

150થી વધુ વન કર્મચારીઓ અને 30થી વધુ નાઇટ વિઝન ટ્રેપ કેમેરા લગાવી વાઘની શોધખોળના અભિયાનને તેજ બનાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર જિલ્લામાં આજથી મુખ્ય વન સંરક્ષક એસ.કે.શ્રીવાસ્તવના આદેશના પગલે 150થી વધુ વનકર્મીઓ અને 30 થી વધુ નાઈટ વિઝન ટ્રેપ કેમરા લગાડી અન્ય વાઘ શોધખોળ અભિયાનને તેજ બનાવશે.

મહીસાગર જિલ્લામાં છેલ્લા છ માસથી સ્થાનિક પ્રજાજનો વાઘની હાજરી વનવિસ્તારમાં હોવાનું જણાવી રહ્યા હતા પરંતુ વન વિભાગ માનવા તૈયાર નહતું.મહેશ મહેરા નામના શિક્ષકે પાનમડેમ જવાના રસ્તે ગઢ પાસેના જંગલ વિસ્તારમાં જયારે ખરેખર વાઘ જોયો ત્યારે તેની દૂરથી લીધેલી તસવીર પણ વન વિભાગ સાચી માનવા તૈયાર ના હતું. પરંતુ જયારે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કર્યો ત્યારે વન વિભાગ હરકતમાં આવ્યું અને નાઈટ વિઝન ટ્રેપ કેમરા સાસણ ગીરથી મંગાવ્યા હતા. આ નાઈટ વિઝન ટ્રેપ કેમરામાં સંત માતેરોના જંગલમાં કેમેરામાં વાઘ ટ્રેપ થયો અને વન વિભાગ દ્વારા વાઘ હોવાની પુષ્ટિ કરવામાં આવી. તેના થોડા દિવસ બાદ વાઘ દ્વારા ગઢ પાસેના જંગલમાં ચાર બકરીનું મારણ કર્યું ત્યારે જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયેલા પશુપાલક ભલાભાઈએ વાઘની સાથે બીજા બે નાના વાઘ પણ જોયા હોવાનું જણાવ્યુ હતું તેની વાત સાચી માનવા વન વિભાગ તૈયાર નહતું. છેલ્લા છ માસથી વાઘ નથી નું ગાણું ગાતા વન વિભાગને અચાનક હવે મહીસાગરના વનમાં 30 થી વધુ નાઈટ વિઝન કેમરા અને 150થી વધુ વનકર્મીઓ મહીસાગર જિલ્લાના વન વિસ્તારમાં અન્ય વાઘની શોધખોળમાં ડુંગરાઓ ખૂંદશે. વાઘનું કંતારના જંગલમાં મૃત્યુ થયું છે તેના પોસ્ટમોર્ટમ સમયે ઉપસ્થિત વડોદરા રેન્જના સીસીએફ શ્રીવાસ્તવે આગામી સમયમાં સ્થાનિકોની વધુ વાઘ હોવાની વાતને સ્વીકારી હતી અને આજથી અન્ય વાઘ શોધખોળ અભિયાનને તેજ બનાવશે.

વનવિભાગ કહેતું હતું કે...

એક જ વાઘ હતો જે મરી ગયો છે તો હવે સર્ચ ઓપરેશન શેનું?
અાવો હતો મહિસાગરનો વાઘ...
વાઘનું પોસ્ટમોર્ટમ કરતાં પશુ ચિકિત્સક આર.એમ.ચાવડા જણાવ્યુ હતું કે હાલ ડીકમ્પોઝ થઈ ગયેલ છે તેથી વાઘના મોતનું સાચું કારણ તેના લીધેલા 30 સેમ્પલોના રિપોર્ટ આવ્યેથી જ જાણી શકાશે.

વાઘની લંબાઈ 261 સેમી પોણા નવ ફૂટ

ઉંમર છ થી સાત વર્ષ

માથાની લંબાઈ 24 સેમી X 37 સેમી

જડબાની પરિસ્થિતી : ઉપરનું જડબું 14 સેમી, 13.5 સેમી

નીચેનું જડબું 12 સેમી,12.5 સેમી

જીવતા વાઘનું અંદાજીત વજન 200 થી 250 kg

જ્યારે ડીકમ્પોઝ થઈ ગયેલ વાઘના મૃતદેહનુ વજન 71.460 kg

નખ : 18 મળેલ છે

4 રાક્ષસી દાંત મળેલ છે જેને નષ્ટ કરી અગ્નિસંસ્કાર કરાયા હતા.

રાષ્ટ્રીય પ્રાણી વાઘનું સન્માન ના જળવાયું
મહીસાગર જીલ્લામાં રાષ્ટ્રીય પ્રાણી વાઘનું સન્માન જાળવવામાં વન વિભાગ નિષ્ફળ નિવડ્યું જ્યારે અગ્નિસંસ્કાર પૂર્ણ થવાની તૈયારી હતી ત્યારે સી સી એફ એસ કે શ્રીવાસ્તવ ને રાષ્ટ્રીય પ્રાણીના સન્માન અંગે સવાલો પૂછ્યા ત્યારે વન વિભાગ પોતાની નાકામિયાબી છુપાવવા માટે રાષ્ટ્રગીત અને મૌન પાળવાની ફરજ પડી હતી.બીજી તરફ જિલ્લામાં રાષ્ટ્રીય પ્રાણી વાઘની ઉપસ્થિતિ નોંધાયા બાદ નેશનલ ટાયગર ઓથોરીટીની મદદ શા માટે ના લેવામાં આવી? અને જો મદદની માગણી કરી હોય તો એનટીસીએ શા માટે ઉદાસીનતા દાખવી ?

વાઘનું શંકાસ્પદ મોત અનેક સવાલો સર્જે છે
રાષ્ટ્રીય પ્રાણી વાઘની ઉપસ્થિતિ નોંધાયા બાદ ટૂંકા ગાળામાં શંકાસ્પદ રીતે મૃત્યુ અનેક સવાલો પેદા કરે છે. ઉપરાંત પીએમ બાદ પણ પ્રાથમિક તપાસમાં તેનું મોત કઈ રીતે થયું છે તેના કારણ અંગે પીએમ કરનારા તબીબો કશું પણ જણાવી શક્યા નહતા .

આજે અન્ય વાઘને શોધવા જંગલો ખૂંદાશે
વાઘના મૃત્યુનું કારણ ફોરેન્સિક અને પેથોલોજીના રિપોર્ટ બાદ જ બહાર આવશે
વાઘનું પીએમ અને અંતિમ વિધિ
ભાસ્કર ન્યૂઝ | લુણાવાડા

ગુજરાતમા વર્ષો બાદ વાઘ જોવા મળતાં મહીસાગર જિલ્લાવાસીઓ સહિત સમગ્ર રાજ્યના પર્યાવરણપ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. પરંતુ વનવિભાગ અને રાજ્ય સરકારની ઘોર બેદરકારીના પગલે આ ખુશી ક્ષણિક સાબિત થઈ છે લુણાવાડા તાલુકાનાં કંતાર પાસેના જંગલમાં વાઘનો મૃતદેહ મળ્યા બાદ આજરોજ પોસ્ટમોર્ટમ કર્યા બાદ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

મહીસાગર જીલ્લામાં એક શિક્ષકને વાઘ જોવા મળ્યો હતો ત્યારબાદ વનવિભાગની ટીમ કામે લાગતાં સંતરામપુર પાસે સંત માતેરોના જંગલમાં નાઈટ વિઝન ટ્રેપ થયો હતો. ગત રોજ સાંજના સુમારે લુણાવાડા તાલુકાના કંતારના જંગલમાં અતિશય દુર્ગંધ સાથે વાઘનો મૃતદેહ જોવા મળતાં વનકર્મીની જાણના પગલે વન વિભાગ દોડી આવ્યું હતું. વાઘનો મૃતદેહ જોતાં ચોંકી ઉઠ્યા હતા. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. મૃત વાઘને જોવા લોકટોળા ઉમટ્યા હતા. મહીસાગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો. બુધવારે મૃત વાઘના પોસ્ટમોર્ટમ માટે મુખ્યવન સંરક્ષક વડોદરા, એનટીસીએના પ્રતિનિધિ, ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના ...અનુ. પાન. નં. 2

વન વિભાગે કઈ કઈ બેદરકારીઓ રાખી ?
મહિસાગરમાં વાઘ હોવાની પુષ્ટી બાદ લોકો આનંદથી ઝૂમી ઉઠ્યાહતો. જોકે ટૂંકાગાળાના મહેમાનને સાચવવામાં વનવિભાગે શુ કાળજી રાખી તે અંગે અનેક ચર્ચા ચાલી રહી છે.

વાઘનો ફોટો શિક્ષકે પડ્યો તે જગ્યા ગઢ જંગલ વિસ્તાર, વાઘનો પુરાવો મળ્યો તે સંત વન અને ગઈ કાલે વાઘ મૃત્યુ પામ્યો તે કંતાર વન એટલે દરેક વિરુદ્ધ જગ્યા એક જ વાઘ આ ત્રણે જગ્યા પર કઈ રીતે હોઇ શકે ?સ્થાનિકો 3 થી 4 વાઘ હોવાનું જણાવે છે, વન વિભાગ આ એક જ વાઘ હતો જે મૃત્યુ પામ્યો એ ગળે ઉતરે તેવી વાત નથી

વન વિભાગે પહેલી વાર વાઘના પુરાવા આપ્યા બાદ વાઘની જાળવણી માટે શું કાર્યવાહી કરી ?

વાઘ જ્યારે હતો એ સાબિત થઈ ગયું ત્યારે એની માહિતીથી મીડિયાને દૂર કેમ રાખ્યું ?

નાઈટ વિઝન કેમેરા મૂકવામાં આવ્યા, માણસો મૂકવામાં આવ્યા તો આખરે વાઘ ને એવું તે શું થયું કે વાઘ હવે નથી રહ્યો ?

જંગલ ખાતાની નિષ્ક્રિયતા કે બેદરકારી વાઘના મૃત્યુ પાછળ આખરે જવાબદાર કોણ?

વાઘ મર્યા ને 4 દિવસ જેટલો સમય થયો તો વન વિભાગે કેમેરા મૂક્યા, માણસો મૂક્યા એ ક્યાં ગયા ? કેમ કોઈના ધ્યાને ના આવ્યું ?ત્યારે વન વિભાગ ક્યાં ધ્યાન આપતો હતો?

રાષ્ટ્રીય પ્રાણી વાઘની ઉપસ્થિતિ હોય ત્યાં તે જંગલમાં તે મુક્ત રીતે હરી ફરી શકે તેમજ તેને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય છે તે ઊભી કરવામાં આવી હતી કે નહી?

વાઘ છેલ્લા છ માસથી જિલ્લાના વન વિસ્તારમાં ફરતો હતો જેની જાણ વન વિભાગને હતી તો કે અત્યાર સુધી વન વિભાગ ઊંઘતું રહ્યું?

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો