Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાણંદમાં મીની લકઝરી બસના ચાલકે વૃદ્ધને ટક્કર મારતા મોત
સાણંદમાં રહેતા વૃદ્ધ સવારે પોતાના ઘરેથી ચાલવા નીકળ્યા ત્યારે વિરમગામ સાણંદ હાઈવે પર માતેલા સાંઢની માફક મીની લકઝરી બસના ચાલકે વૃદ્ધને ટક્કરમારતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.
બનાવની વિગતો એવી છે કે શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે સાણંદની સુખરામનગર સોસાયટીમાં રહેતા હીરાભાઈ ભારૂભાઈ દરજી ઉ.આશરે ૮૦ વર્ષ જેઓ નિત્યક્રમ પ્રમાણે ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે હજારી માતાજીના મંદિર સામે વિરમગામ સાણંદ હાઇવે પર જઈ રહ્યા હતા. ત્યારે મીની લકઝરી બસના ચાલકે માંતેલા સાંઢની માફક પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રોડ ઉપર ચાલતા જતા વૃદ્ધ હીરાભાઈને પાછળથી ટક્કર મારતા તેઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હતા. પોલીસે લાશને પીએમ માટે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડીને મીની લકઝરી બસના ચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક