તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરમડીથી કરેણા જતી માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ઘૂસ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરજણ તાલુકાના કરમડી ગામે આવેલી મેઈન કેનલમાંથી નીકળતી માઇનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં કેનાલનું પાણી કરમડી ગામના ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતાં કપાસ દીવેલા અને તુવેરના 60 વિઘામાં નુક્સાનના થવા પામ્યું હતું. ચોમાસામાં વધુ વરસાદ પડતા નુક્સાન થયું હતું. જ્યારે હાલમાં કેનાલ ઓવરફ્લો થતાં ખેતીમાં નુક્સાન થવા પામ્યું હતું. આમ લેબલ વગરની કેનાલ હોવાથી દર વર્ષે કેનાલ ઓવરફ્લો થાય છે. પરંતુ કેનાલના અધિકારીઓ ખેડૂતોની રજૂઆત ધ્યાન પર લેતાં જ નથી.

કરજણ તાલુકાના કરમડી ગામેથી નીકળતી મેઈન કેનાલમાંથી કરેણા માઇનોર કેનાલ નીકળે છે. જેમાં કેનાલના ગેટમેન દ્વારા મેઈન કેનાલનો ગેટ બંધ કરતા મેઈન કેનાલનું પાણી કરેણા માઇનોર કેનાલમાં આવતા કરેણા માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં કેનાલની આજુબાજુમાં કપાસ તુવેર અને દિવેલાના ખેતરોમાં પાણી ઘૂસી જતાં 60 વીંઘા ઉભા પાકને નુક્સાન થવા પામ્યું છે. ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન વધુ વરસાદ પડવાથી ખેતીમાં નુક્સાન થયું છે.

જ્યારે હાલમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાતા પાકને નુક્સાન થયું છે. આમ દર વર્ષે કરેણા માઇનોર કેનાલ ઓવરફ્લો થાય છે. એ માટે કરમડી ગામના ખેડૂતો સરદાર સરોવર નર્મદા નિગમની કચેરી કરજણ ખાતે લેખિતમાં રજૂઆત કરી કેનાલ પર પારીઓ બનાવવાની માંગ કરી હતી. છતાં અધિકારી દ્વારા ખેડૂતોની સમસ્યા સાંભળવામાં આવતી નથી અને આખરે ખેડૂતોને ખેતીમાં નુક્સાની વેઠવાનો વારો આવે છે.

માઇનોર કેનાલના પાણી દિવેલા પાકમાં ઘુસેલા જણાય છે.જતીન વ્યાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો