તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામૂહિક શૌચાલય તોડી ખાનગી સંસ્થાને ફૂલછોડ રોપવા કરોડોની જમીન સોંપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

છાશવારે ભ્રષ્ટાચારના વિવાદમાં જોવા મળતી લુણાવાડા નગરપાલિકા હાલમાં વધુ એક વિવાદમાં આવી છે. કેન્દ્ર સરકાર ગંદકી દૂર કરવા માટે વ્યક્તિગત તેમજ સામૂહિક શૌચાલયની યોજનાઓ ચલાવી રહી છે તેનાથી વિપરીત લુણાવાડા પાલિકાની જમીનમાં આવેલ જૂનું સામૂહિક શૌચાલય ગંદકી થાય છે તેમ જણાવી જમીનદોસ્ત કરી તે સાથે મુખ્યમાર્ગ પરની કરોડોની કિંમતની જમીન ફૂલ છોડ રોપી બગીચો બનાવવાના નામે કોઈપણ પ્રક્રિયા વગર ખાનગી સ્કૂલના વહીવટકર્તાઓને આપી દેવામાં આવતા પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા નગરપાલિકા પ્રાદેશિક કમિશ્નરને જાહેર હિતમાં લેખિત રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

લુણાવાડા પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન શેખ આબેદાબીબી અબ્દુલ્લા દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં લુણાવાડા નગર વિસ્તારમાં હુસેની ચોક પાસે આવેલી મદ્રેશા અબ્બાસીયા હાઈસ્કુલ બુરહાની ઈગ્લીંશ સ્કુલના પાછળના ભાગે નગરપાલિકા હસ્તક સરકારની કરોડો રૂપિયાની કિંમતની ખુલ્લી જમીન તાજેતરમાં કેટલાક રાજકીય

...અનુ. પાન. નં. 2

બાંધકામ સમિતિના ચેરમેનની પ્રાદેશિક કમિ.ને લેખિત રજૂઆત

જૂનું સામૂહિક શૌચાલય ગંદકી થાય છે કહી જમીનદોસ્ત કરાયું

ગંદકી રહેતી હતી એટલે ફૂલછોડ રોપવા સંસ્થાની માંગણી હતી એટલે આપી

ત્યાં ગંદકી ખૂબ રહેતી હતી શૌચાલય જર્જરિત થઈ ગયેલા હતા એટલે તેને તોડી અને ત્યાં ઝાડ રોપવાનું નક્કી કર્યું છે અને સંસ્થાની રજૂઆત હતી એટલે જમીન આપી છે. તેમજ સામેના બગીચામાં બાળકો માટે રમત ગમતના સાધનો મૂક્યા છે. >પ્રણવ ચૌધરી, ચીફ ઓફિસર, લુણાવાડા પાલિકા

પાલિકાએ સામૂહિક શૌચાલયને તોડી પાડી જમીન ખાનગી સંસ્થાને આપી

ખાનગી ભૂમાફિયાઓ સાથે મળી આ પાલિકા નગરને વેચવા માંડી છે એક તરફ સરકાર શૌચાલય બનાવવાની વાતો કરે છે ત્યારે લુણાવાડા પાલિકા બનેલા સામૂહિક શૌચાલયને તોડી જમીન ખાનગી સંસ્થાને આપી રહી છે. મનસ્વી રીતે નિર્ણયો લઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જો આ જમીન પાછી લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે >ઇશાકખાન પઠાણ, પૂર્વ કાઉન્સિલર, લુણાવાડા પાલિકા

_photocaption_લુણાવાડામાં લાખોના ખર્ચે તૈયાર થયેલો ફૂલછોડ વગર મૂરઝાઇ રહેલો બગીચો તથા જૂના સામૂહિક શૌચાલયની ફાઇલ તસવીર નજરે પડે છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો