તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતીમાં થયેલા નુકસાનનું વળતર નહીં મળે તો દૂધવાળા ગામના ખેડૂતોની આંદોલનની ચીમકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાદરા તાલુકાના દૂધવાળા ગામની સીમમાં આવેલી કંપનીઓ દ્વારા પ્રદુષણ ફેલાવીને ખેતીમાં નુકસાન કરવામાં આવે છે. જેની ખેડૂતો દ્વારા વળતરની માગણી કરવામાં આવે છે પરંતુ વળતર નહીં ચૂકવતા ખેડૂતોએ અનેક વખત રજૂઆત ઉચ્ચકક્ષાએ કરી હતી. જેમાં કોઈ પરિણામ નહીં મળતા આખરી ચેતવણી 10 દિવસની આપેલ છે.

પાદરા તાલુકામાં અનેક કેમિકલ કંપનીઓ આવેલી છે. આ કંપનીઓ દ્વારા પાણી અને હવાનું પ્રદૂષણ ફેલાવવાના આરોપો થયેલા છે અને તે અંગે અનેક આંદોલનો અને રજૂઆતો થયેલી છે. જેમાં દૂધવાળા ગામની સીમમાં આવેલી અનેક કંપનીઓ દ્વારા પ્રદુષણ ફેલાવવાના મામલે જીપીસીબીને રજુઆતો કરવામાં આવી છે અને પાકના નુકશાની પેટે વળતરની માંગણી
...અનુસંધાન પાના નં.2

અમે આવેદન પત્ર આપીને નોટિસ આપી છે

દૂધવાળાની સીમમાં આવેલી કંપનીઓ દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવે છે અને તેના દ્વારા ખેતીને ભારે નુકસાન થાય છે છતાં કંપનીઓ વળતર નથી આપતી, ઉપરાંત સરકારી જમીનોમાં ગેરકાયદેસર દબાણ કરેલ છે અને બાંધકામ કરેલ છે. આ અંગે અમે ગ્રામજનોએ મુખ્યમંત્રી કલેક્ટર, મામલતદાર, ટીડીઓને વારંવાર રજૂઆતો કરેલ છે છતાં ખેડૂતોને ન્યાય નથી મળતો. અમે આવેદન પત્ર આપી આખરી નોટિસ આપી છે અને ન્યાન નહીં મળે તો 10 દિવસ બાદ આંદોલન શરૂ કરીશું. >હસમુખ ભાઈ પટેલ , જિલ્લા પ્રચારક, ભારતીય કિસાન સંઘ,

_photocaption_ દૂધવાળા ગામના ખેડૂત આગેવાનોએ પાદરા મામલતદાર, ટીડીઓને મળી લેખિત રજૂઆત કરી હતી.}ગોપાલ ચાવડા*photocaption*
અન્ય સમાચારો પણ છે...