બહેરા-મૂંગા વિદ્યાલયના દિવ્યાંગોએ આપ્યો મતદાર જાગૃતિનો સંદેશો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકશાહીના મહા તહેવાર સમા ચૂંટણી પર્વમાં મતદારો જાગૃત બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ગોધરાની ગાંધી સ્પેશ્યલ બહેરા-મૂંગા વિદ્યાલયના દિવ્યાંગ વિદ્યાયાર્થીઓએ રંગોળી પૂરી મતદાર જાગૃતિનો રંગ ભર્યો સંદેશ મતદારોને આપ્યો છે.

હમણા જ દેશ ભરમાં રંગોનો તહેવાર હોળી-ધુળેટીનો પાવન પર્વ રંગોની છોળો વચ્ચે ઉજવાયો. ત્યાર બાદ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ આપણા ભારતમાં લોકસભા સામાન્ય ચૂંટણીનો મહા તહેવાર આવી ગયો છે. લોકશાહીમાં પ્રત્યેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે જિલ્લા SVEEP દ્વ્રારા અનેકવિધ કાર્યક્રમો પંચમહાલ જિલ્લામાં યોજવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે SVEEPના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલ, બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એચ.લખારા સહિત દિવ્યાંગ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહી અચૂક મતદાનના શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...