લુણાવાડા ખાતે બાળ મજૂરી નાબૂદી અભિનય અંતર્ગત સભા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લુણાવાડા. લુણાવાડા ખાતે “બાળ મજૂરી નાબુદી” અભિનય અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું જેમા જુદા જુદા જિલ્લાઓના ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મહિસાગર જિલ્લાના કૃષિ અધિકારી સુમિત પટેલ, ભવિષાબેન જોષી તથા સતિષ પરમારે જિલ્લા બાળ સુરક્ષા એકમ માં હાજરી આપી હતી તેમજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સતીષ વેગડે, ડૉ એચ.એન ત્રિપાઠી મોહમ્મદ ગોશાળ સુનિલ કુમાર યોગેશ ઇગલા અને દક્ષપટેલ તથા એમની ટિમે ઉપસ્થિત રહી 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને બીજ ઉત્પાદન જેવી પ્રવૃત્તિ કે અન્ય બાળ મજુરીમાં ન લગાડવા ખેડૂતોને અપીલ કરી હતી.તેમજ આ બાળકો કે જે દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે તેમને સારુ અને શ્રેષ્ઠ શિક્ષણ તથા પોષક આહાર આપવા માટેની વાત પર ભાર મુક્યો હતો.
અન્ય સમાચારો પણ છે...