સિંગવડ તાલુકામાં ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ આપવા માટેની બેઠકનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ . સીંગવડ તાલુકાના ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ આપવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે મિટિંગ હોલ ખાતે તા.13-2-’20 ના રોજ ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ આપવા માટેના સધન પ્રયાસો હાથ ધરવા સંદર્ભે એક મિટિંગ યોજાઈ હતી સીંગવડ તાલુકાના ખેડૂતોને ક્રેડિટ કાર્ડ ફાળવવા માટે 8 ફેબ્રુઆરી થી 23 ફેબ્રુઆરી સુધી એક અભિયાન અંતર્ગત ખેડૂતોને પાક ધિરાણનો કિસાન ક્રેડિટ કાર્ડ થકી લાભ આપવામાં આવશે. તે અંતર્ગત સીંગવડ તાલુકા નોડલ ઓફિસર કે એલ ગોસાઇ નાયબ નિયામક પશુપાલન દાહોદ ના અધ્યક્ષ સ્થાને સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત મિટિંગ યોજાઈ હતી જેમાં તાલુકા પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચશ્રીઓ, ગ્રામ સેવકો સહિત બેંક ઓફ બરોડા, ગ્રામીણ બેંક સહિત અન્ય બેંકના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બેંક ખાતામાં સીધી સહાય મળે પરંતુ ક્રેડિટ કાર્ડ પાક ધિરાણ લીધું ન હોય તો તેમને તાત્કાલિક ધોરણે બેંકમાં જઇ અરજી પત્રક અને જરૂરી દસ્તાવેજો જેમાં 7-12 અને 8 -અ પાસપોર્ટ સાઇઝના ફોટા આધારકાર્ડ, ચુંટણીકાર્ડ તેમજ પાસબુકની નકલ સાથે અરજીમાં આપવાની રહેશે. આ બાબતની ચર્ચા મિટિંગમાં કરવામાં આવી હતી અને તમામ ગ્રામસેવક તલાટી કમ મંત્રીઓને ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી પ્રયાસો હાથ ધર્યા હતા.

લાડપુર મુખ્ય પ્રાથમિક શાળાના ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓનો કચ્છ દર્શનનો શૈક્ષણિક પ્રવાસ

લીમખેડા . લીમખેડા તાલુકાની લાડપુર મુખ્ય જેતપુર (દુ) પ્રા.શાળાના ધોરણ ૩ થી ૮ ના ૭૬ બાળકોનો શૈક્ષણિક વિકાસ હેતુ કચ્છના વિવિધ પર્યટક સ્થળોની મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો.
બાળકોને ચાર દિવાલના બંધિયાર વાતાવરણમાંથી મુક્ત મને કુદરતના સાનિધ્યમાં પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી તા. 8 થી 12 ફેબ્રુ. દિન 5 ના શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન કચ્છના ભૂજ, અંજાર , કાળા ડુંગર, સફેદ રણ, માંડવી બીચ, માતાનોમઢ ,અંબેધામ, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ મંદિર , નલિયા જેવા વિવિધ સ્થળોની મુલાકાત લઈને બાળકોને જીવન ઉપયોગી જ્ઞાન તથા શૈક્ષણિક કારકિર્દી માટે પ્રત્યેક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાળા ડુંગર ઉપર સનસેટ પોઇન્ટ તથા પરત ફરતા ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી આપવામાં આવી હતી.આ પ્રવાસના આયોજન દ્વારા બાળકોને મુક્ત મને પોતાના વિચારો અભિવ્યક્તિ કરવાનો તથા શાળા પરિવાર અને શિક્ષણ સાથે ઘનિષ્ઠ આત્મિયતાનો ભાવ પ્રગટ થયો હતો . પ્રવાસ માટે લીમખેડાથી મહેન્દ્રભાઈ ત્રિપાઠી ,ડો. સથવારા, ડો. શર્મા તથા પિંકેશભાઈ સોની અને ગુલાબભાઈ ચૌહાણ, નાના હાથીદરા ટેન્ટવાળા તરફથી બાળકોને ભોજન માટે સહકાર પ્રાપ્ત થયો હતો.

દાહોદ સાયન્સ કોલેજમાં થેલેસેમિયા નાબૂદી અભિયાનને લઇ કાર્યક્રમનું આયોજન કરાયું

દાહોદ . દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ દાહોદના અેન.અેસ.અેસ. વિભાગની ચાલી રહેલી સપ્ત દિવસીય સ્વચ્છતા- જનજાગૃતિ ગ્રામ શિબિર અંતર્ગત તા.13-2-’20 ગુરુવારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે થેલેસીમિયા નાબૂદી અભિયાન અંતર્ગત ઉ.બુ.આ.શાળા, નગરાળા મુકામે શિબિરાર્થીઓને તેમજ ગુર્જર ભારતી બી.અેડ. કોલેજના વિદ્યાર્થીઓને થેલેસીમિયા અને સિકલસેલ એનીમિયા વિષે માર્ગદર્શક ફિલ્મ બતાવી વિસ્તૃત માહિતી આપવામા આવી.ત્યારબાદ 40 જેટલા વિદ્યાર્થીઓને થેલેસીમિયા પરીક્ષણ માટે બ્લડ સેમ્પલ કલેક્શન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોઅે ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. એસ.એ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્ધારા કારવામાં આવ્યું હતું.

_photocaption_પાદરાના વડુ ગામે હરસિદ્ધિ માતાના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14 ફેબ્રુઆરીએ સવારે 9 કલાકે પૂજાનો પ્રારંભ થશે. સવારે 10 કલાકે શોભા યાત્રા અને જળયાત્રા, બપોરે મંડપ પ્રવેશ તથા અગ્નિ સ્થાપન થશે અને સાંજે આરતી યોજાશે. જ્યારે 15 ફેબ્રુઆરીએ શનિવારેે સવારે 9 કલાકે પૂજા પ્રારંભ થશે. બપોરે દિક્ષુ હોમ, વાસ્તુ પૂજન, સ્થાપના કર્મ અને સાંજે આરતી યોજાશે. જ્યારે રવિવારે 16 ફેબ્રુઆરી સવારે 11 કલાકે મૂર્તિ પ્રવેશ, પ્રાણ પ્રતિષ્ઠા 1-45 કલાકે અને પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે યોજાશે. તથા સાંજે 5 કલાકે મહા પ્રસાદીનું આયોજન થશે. સમગ્ર કાર્યકમમાં હિન્દુ સમાજના પરમાર પરિવારો, હરસિદ્ધિ યુવક મંડળ દ્વારા નિમંત્રણ આપવા આવ્યું છે. જેમાં ગણપતસિંહ પરમાર, ડો. તખ્તસિંહ પરમાર, સનાભાઈ પરમાર, ચીમનભાઈ સરપંચ સહિત હરસિદ્ધિ યુવક મંડળના વ્યવસ્થાપકો સંભાળી રહ્યા છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...