તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગર જિલ્લાના સરપંચો- સ્વામી વિવેકાનંદ મંડળોની બેઠક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના સરપંચો અને સ્વામી વિવેકાનંદ મંડળોની જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ગુરૂવારે બેઠક યોજાઇ હતી.

જિલ્લા વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવે બેઠકની શરૂઆત કરી હતી. જેમાં શૌચાલય વગરના 52000 લાભાથીઁઓના શૌચાલયની કામગીરી માર્ચ-2020 સુધીમાં પૂર્ણ કરવા તેમજ મનરેગા યોજનામાં કેટલ શેડ,પાણીને લગતા કામો, સફાઈને લગતા કામો, સામુહિક કુવા, ચેકડેમ તેમજ આંગણવાડીના મકાનો કન્વર્જન યોજનામાં મંજુર કરી શરૂ કરવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ 14માં નાણાપંચમાંથી, આંગણવાડીના મકાન માટે પાણી, લાઈટ, શૌચાલયની સુવિધાઓઓ પૂરી પાડવા જણાયું તેમજ દરેક સરપંચીઓને કુપોષણ યુક્ત બાળકો પાલક વાલી તરીકે લેવા અને આંગણવાડી પ્રાથિમક શાળામાં 15 દિવસે 1 વખત મુલાકાત લઇ કામગીરી કરવા જણાવ્યુ હતુ. સરપંચો તરફથી 2 માસમાં 30 પંચાયતના બાળકોને કુપોષણ મુક્ત કરવા બાહેધરી આપી હતી. સરપંચોએ વીરપુર અને બાલાસિનોરની દૂધ મંડળીઓ તરફથી આંગણવાડી કેન્દ્રો પર અઠવાડિયામાં 2 દિવસ દૂધ આપવા જણાવાયું. બેઠકમાં જિ. પંચાયતની શાખાઓના અધિકારીઓેએ માગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો