તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૈયાપૂર અને મુંડાવડેખ પંચાયતના રેકર્ડ 15 વર્ષ પહેલાં બળી જવાથી પડતી મુશ્કેલી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના મૈયાપૂર ગ્રામ પંચાયત અને મુંડાવડેખ ગ્રામ પંચાયતના રેકર્ડ 15 વર્ષ પહેલા કોઈક અગમ્ય કારણોસર બળી ગયા હતા જેને કારણે બંન્ને ગામોના ખેડુતો સહિત ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયેલા છે. વારંવાર રજુઅાત કરવા છતા કોઇ પરિણામ ન અાવતા ધારાસભ્ય દ્વારા ઉચ્ચસ્તરીયે રજુઅાત કરવામાં આવી હતી.

મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના મૈયાપૂર ગ્રામ પંચાયત અને મુંડાવડેખ ગ્રામ પંચાયતના રેકર્ડ 15 વર્ષ પહેલા કોઈક અગમ્ય કારણોસર બળી ગયા હતા જેને કારણે બંન્ને ગામોના ખેડુતો સહિત ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઇ ગયેલા છે. ખાસ કરીને ખેડુતોને નંબર છની નોંધ ખેડૂતોના ખારાઇના દાખલા મકાન અંગેની લોન તેમજ જમીનના રેકોર્ડ પંચાયતમાંના હોવાથી નાના મોટા કામો કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક કચેરીઅોમાં વારંવાર રજુઅાત કરવા છતા કોઇ પરિણામ ન અાવતા બંને ગામના લોકોએ અનેક વખત રાજકીય માણસોને રજૂઆતો કરી ત્યારે તેમને પણ ખોટી સાંત્વના આપી પરત મોકલી દેવામાં આવ્યા હતા.જેને કારણે બંન્ને ગામના ખેડુતો ઠેર ઠેર ધક્કા ખાઇને થાકી ગયા છે. અને હવે બંન્ને ગામના લોકો ભેગા મળી લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકને રજુઅાત કરી ...અનુ. પાન. નં. 2

ધારાસભ્ય દ્વારા કરાયેલી ઉચ્ચસ્તરીય રજૂઅાતનું પરિણામ શૂન્ય

અન્ય સમાચારો પણ છે...