તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડાદરા ગામ પાસે દારૂ ભરેલી મારૂતી ફ્રન્ટી કાર ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા|દેવગઢ બારીયાથી દામાવાવ થઇ ચલાલી ગામ પાસેથી પસાર થઇ સાવલી તરફ મારૂતી ફન્ટીમાં દારૂ ભરીને જવાના છે. તેવી બાતમી વેજલપુર પોલીસને બાતમી મળી હતી. વેજલપુર પોલીસે કારને રોકીને અંદર બેસેલા રાહુલભાઇ રાજુભાઇ માળી તથા પ્રહલાદભાઇ મહેશભાઇ તળપદાને પકડી પાડયા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી દારૂ ના કવાટકી નંગ 348 મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઇલ તથા ગાડી મળીને 90560 રૂનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...