તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચમહાલ જિલ્લામાં ઈલેકટોરલ રોલ રિવિઝન કામગીરી બાબતેની સમીક્ષા કરતાં મનિષા ચંદ્રા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવ અને કમિશનર મનિષા ચંદ્રાએ પંચમહાલ જિલ્લાના ઈલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર તરીકે ગોધરા ખાતે જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે રોલ ડ્રાફ્ટ અને સેન્સસના આંકડાઓ વચ્ચે રહેલ અંતરને ઘટાડવા માટે લેવાયેલ પગલાઓ અંગે સંબધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં લઈ મતદાર યાદી સુધારણા અને અદ્યતનીકરણ વિષયક સૂચનો આપી મતદાર યાદીમાં વસ્તીની સરખામણીએ લાયક મતદારોનું ઓછું કે વધુ મતદારો ધરાવતા વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી પગલા લેવા નિર્દેશ કર્યો હતો.

સચિવે આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓને પોષણ અભિયાન હેઠળ જિલ્લાનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે કામગીરી કરવા સૂચના આપી હતી. પોષણ અભિયાનની સફળતા સુનિશ્ચિત કરવા આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. સહિતના વિભાગોના યોગ્ય સંકલન પર ભાર મૂકી કામ કરવા જણાવ્યું હતું. આંગણવાડીના મુખ્ય સેવિકા અને કાર્યકરો નિયમિત ફિલ્ડ વિઝીટ કરવા તેમણે નિર્દેશ કર્યો હતો. મહિલા અને બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં મનીષા ચંદ્રાએ ગંગાસ્વરૂપા સહાય યોજના હેઠળ જિલ્લામાં થયેલ કામગીરીની પ્રશંસા કરતા વ્હાલી દિકરી અને બેટી બચાવો બેટી પઢાવો યોજનાના સઘન અમલીકરણ માટેના પગલાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો