તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકામાં કેરીના ભાવ આસમાને પહોચી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ વર્ષે ધોળકાના શાકમાર્કેટમાં ફળોની રાણી કેરીના ભાવ ગત વર્ષની સરખામણીમાં ખૂબજ ઉંચા છે. આ વર્ષે કેરીની આવક નહીંવત પ્રમાણમાં જોવા મળે છે. અને કાઠિયાવાડ, તલાલા, ગીર માંથી કેરીની આવકો ખૂબજ ઓછી આવવાથી તેના ભાવ પણ આસમાને છે. ધોળકા શાકમાર્કેટના કેરીના વેપારીનો સંપર્ક કરતા તેના જણાવ્યા મુજબ કેરીનો પાક આંબા ઉપરથી જાતે ખરે નહીં ત્યા સુધી સારી રીતે પાકે નહીં અને કાઠિયાવાડ, તલાલા, ગીર માંથી આવકો ધોળકાના બજારમાં તથા ગુજરાતના શાકમાર્કેટમાં આવકો નહીવત્ છે. તલાલાના ખેડૂતે ફોન માં જણાવ્યુ હતુ. કે આ વર્ષે વાતાવરણમાં અનેક વખત પલટા આવવાથી તથા વાવઝોડું અને માવઠાના કારણે ગીરપંથકમા પડવાથી કેરીને નુકશાન થાય છે. અને કેરીનું ફળ પાકી ને જાતે પડે પછી જ કેરી પાકી ગણાય. પરંતુ વાવાઝોડું અને માવઠું આવવાથી કાચી કેરી ખરી ગઇ છે.

પાકની આવકો ખૂબજ ઓછી થવા પામી છે. ધોળકા વેપારીના જણાવ્યા મુજબ ગયા વર્ષે કેરીનો ૧૦ કિલોનો ભાવ ૪૦૦ થી ૪૫૦ હતો. તેની જગ્યાએ વર્ષે ૧૦ કિલોની ૬૦૦ થી ૬૫૦ સુધીનો ભાવ છે. જેથી સામાન્ય મધ્યવર્ગી અને ગરીબવર્ગી લોકો કેરી ખાવાનું ઓછું પસંદ કરે છે.

ધોળકા તાલુકામાં પણ દર વર્ષે કેસર કેરીઓ ઘણી પાકતી હોય છે. અને તાલુકાના કેલિયાવાસણા રાજપુર, જલાલપુર, ચલોડા, બદરખામાં દેશી કેરી થતી હોય છે. પરંતુ આ પાકને પણ બદલાતું હવામાન નડી ગયું છે. અને તે કરીને પણ કાર્બન વડે પકવવામાં આવી છે. કાર્બન થી પકવેલ કેરી ખાવાથી સ્વાસ્થ્યને પણ નુકશાન પહોચીં શકે છે. હાલમાં તો ધોળકામાં કેરી શ્રીમંત લોકો ન ખાઇ શકે તેમ છે. કારણ કે દિવસે ને દિવસે તેના ભાવ વધતા હોવાથી સામાન્ય મધ્યવર્ગીય લોકોને કેરીનો રસ ખાવાનો પણ ભારે પડે તેમ છે. ધોળકાના બજારમાં કેસર , આફૂસ, તોતા, દેશી કેરી વગેરે વેચાઇ રહી છે. પરંતુ તેનુ વેચાણ ખૂબજ ઓછું થાય છે. તેમ ધોળકા ના વેપારીઓ જણાવી રહ્યા છે. તથા ઉનાળા ની કેરીની સિઝનમાં ગૃહિણીઓ કેરીનું અથાણું બનાવતી હોય છે. અને આખા વર્ષનું સ્ટોરેજ કરવામાં આવતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...