માંડલ, દેત્રોજ તાલુકા ભાજપ બેઠકમાં હોબાળો

Rampura News - mandal detroj taluka sworn in bjp seat 073156

DivyaBhaskar News Network

Nov 17, 2019, 07:32 AM IST

અમદાવાદ જિલ્લાના તાલુકાઓમાં ભાજપની સંરચના બેઠકો યોજાઇ રહી છે ત્યારે વિરમગામ શહેર અને તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ, મહામંત્રીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ દેત્રોજ તાલુકા ભાજપ સંગઠનમાં નવા હોદેદારોની વરણી કરવા માટે દેત્રોજમાં મહાદેવજીના મંદિરમંા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સંગઠન સંરચના અધિકારી માધુભાઇ ઠાકોર, (જિ. ભાજપ મહામંત્રી), ડો. તેજશ્રીબેન પટેલ (પૂર્વ ધારાસભ્ય), શૈલેષભાઇ દાવડા સહિત ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં ભાજપની રીતી-નીતિ કાર્ય શૈલીની વિસ્તૃત ચર્ચા કરી હતી. દેત્રોજ તાલુકા ભાજપ સંગઠનના નવા પ્રમુખની જાહેરાત થાય તે પહેલા કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.

X
Rampura News - mandal detroj taluka sworn in bjp seat 073156

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી