તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગ શિક્ષણને શાળા-કોલેજનો ભાગ બનાવવો : યોગીની દિવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘યોગ શિક્ષણને શાળા કોલેજનો ભાગ બનાવી નિયમિત શિક્ષણ અને પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવું એ વર્તમાનની જરૂરિયાત છે. યોગ શરીર અને જ્ઞાનનું સંવર્ધન-જતન કરે છે. ઓલમ્પિકમાં યોગને સ્થાન અપાવવા પણ પ્રયાસો જરૂરી છે. તેમ ત્રણ વખત યોગમાં વર્લ્ડ ચેમ્પિયન અને મિસ વર્લ્ડ યોગીનીનું બિરુદ મેળવવાનાર દિવ્યા પરમારે ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી, ખંભાત સંચાલિત શાળાઓના ત્રિ-દિવસીય રમતોત્સવના સમાપન સમારંભમાં ઉચ્ચ્ચાર્યા હતા

વધુમાં દિવ્યા પરમારે જણાવ્યું હતું કે, ખંભાત જેવા છેવાડાના વિસ્તારમાં ઉત્તમ શિક્ષણ આપતી ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ચંદ્રકાન્ત ઝવેરી કે જેઓ 45 વર્ષથી શિક્ષણની સેવાઓ અને તે પણ અભિનવ પ્રયોગો દ્વારા કરે છે તે અભિનદનને પાત્ર છે. સંસ્થાની શાળાઓના બાળકોના સર્વાંગી વિકાસ માટે સંચાલકો વિશેષ રસ લે છે તે શિક્ષણની સાચી સેવા છે.સંસ્થાને જયારે મારી જરૂર હોય હું માર્ગદર્શન કે મદદ માટે જરૂર સમય ફાળવીશ.

આ પ્રસંગે 35 ગોલ્ડ મેળવનાર દિવ્યા પરમારે પોતાના જીવનના અનુભવો વર્ણવી યોગ નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંત ઝવેરી, મંત્રી હેમેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, સહમંત્રી સમીરભાઈ શાહ, બી.એ દેશમુખ, વિજયસિંહ પરમાર, પાર્થ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો