તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુધાના ચુણેલમાં જુગટું રમતાં 9 શકુનિ ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહુધા તાલુકાના ચુણેલ ગામના લક્ષ્મીપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ખેતરમાં જુગાર રમાતો હોવાની પૂર્વબાતમીના આધારે દરોડો પાડી 9 શખસને રંગેહાથ ગંજીપો ટીચતાં દબોચી લીધા હતા. જેમાં ચુણેલ ગામના લક્ષ્મીપુરાના મહેશ ચૌહાણ, ઉમરેઠના અલ્પેશ ચૌહાણ, અલ્તાફ વ્હોરા, દક્ષેશ લાધાવાલા, નજીરમહંમદ ઉર્ફે લેડી ભદ્રેશ રાવલ, ભલા ઉર્ફે ડાહ્યો સોઢાપરમાર, ભીમસિંહ ઠાકોર, જીમીલ પટેલનો સમાવેશ થાય છે.

એલસીબીએ જુગારના સ્થળેથી રોકડ રૂ.25,250 તથા રૂ.10500ના અડધોડઝન મોબાઇલ ફોન, રૂ.25હજારની કિંમતની બે બાઇક, જુગાર રમવાના સાહિત્ય મળી કુલ રૂ.60,750નો મુદ્દામાલ કબજે લઇ તમામ જુગારી શખસો વિરૂધ્ધ જુગારધારાની જુદીજુદી કલમો હેઠળ મહુધા પોલીસમથકમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ ખેડા એલસીબીના હેડકોન્સ્ટેબલ વિનોદકુમાર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો