તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગર જિ. જળ અને સ્વચ્છતા એકમની બેઠક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સહાયિત રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ હેઠળ પીવાના પાણીની સુવિધાઓમાં ગ્રામ્ય કક્ષાએ સ્વાવલંબિતતા ઉપલબ્ધ કરાવવા માટે મહીસાગર જિલ્લા સેવા સદનના સભા ખંડમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વભ્છતા એકમની બેઠક યોજાઇ હતી.

આ બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર આર.બી.બારડએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની સુવિધાઓ સ્વાવલંબિતતા કરવા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા થયેલ રાષ્ટ્રીય ગ્રામીણ પેય જળ કાર્યક્રમ અંતર્ગતની યોજનાઓની થયેલ કામગીરી સમીક્ષા કરતા ચર્ચા વિચારણા કરી જરૂરી રચનાત્મક સલાહ સુચનો કર્યા હતા.

તેમજ ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની કોઇ મુશ્કેલી ઉભી ના થાય અને જે કામગીરી પુર્ણ કરી લોકોને પીવાના પાણીની સવલતો મળી રહે તેવી તાકીદ કરી હતી. સાથે રાષ્ટ્રીય ગ્રામીણ પેય જળ કાર્યક્રમ હેઠળ સંબધિત ગામની પાણી સમિતી દ્વારા રજૂ થયેલ નવીન પાણી પુરવઠા યોજનાઓની રૂ.1.77 કરોડ ઉપરાંતના કામોની સૈધ્ધાતીક મંજુરી આપી હતી. જેમાં બોર પંપરૂમ, પંપીગ મશીનરી, ભુગર્ભ સંપ, વિતરણ પાઇપ લાઇન અને વિજળી કરણથી પીવાના પાણીની યોજનાઓને સૈધ્ધાતિક મંજુરી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનીટ મેનેજર પી.એમ.પરમારે રાષ્ટ્રીય પય જળ યોજના અંતર્ગત થયેલ કામગીરીની વિસ્તુત વિગતો રજૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો